Vadodara News: વડોદરા ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસમાં (Vadodara Gangrape) હેવાન બળાત્કારીએ કબૂલાત કરી હતી. આરોપી શાહરૂખે દોષનો ટોપલો મુખ્ય આરોપીના માથે ઢોળ્યો હતો. આરોપી શાહરૂખે પોલીસને જણાવ્યું હતું કે આમા મુન્નાનો જ વાંક છે. પહેલી શરૂઆત મુન્નાએ કરી હતી. મુન્નાએ દાદાગીરી કરી હતી. મુન્નાએ પહેલા અપશબ્દો બોલીને સગીરાના મિત્રને ભગાડ્યો હતો. મુન્નાએ પહેલા સગીરાને શારીરિક અડપલા કર્યા હતા અને પછી તેના પર દુષ્કર્મ કર્યુ હતું. પીડિતાના મિત્રએ પ્રતિકાર કરતાં મુન્નો ભાગ્યો હતો.
વડોદરાના ભાયલીમાં નવરાત્રિના બીજા નોરતે સામૂહિક દુષ્કર્મની ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચકચારી મચાવી દીધી હતી. આ ઘટનાને લઈ લોકો આરોપીને ફાંસીની સજા તેમજ તેના ઘરને તોડી પાડવામાં આવે તેવી માગ કરી રહ્યાં છે. જોકે, સુપ્રીમ કોર્ટના આદેશના કારણે આરોપીના ઘરને તોડી પાડવામાં નહીં આવે. પરંતુ તંત્ર દ્વારા આરોપી મુન્ના બંજારાના ઘરનું પાણી તેમજ ડ્રેનેજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે.
ભાયલી દુષ્કર્મના આરોપીના નિવાસને અગાઉ પાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. એકતા નગરમાં આરોપીએ ગેરકાયદે બાંધકામ કર્યું હોવાની વાત સામે આવી હતી. જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે, સુપ્રીમ કોર્ટે આરોપીઓનું ઘર નહીં તોડવાનો આદેશ આપ્યો હોવાથી હાલ પાલિકા દ્વારા આરોપી મુન્ના બંજારાના ઘરનું પાણી અને ડ્રેનેજ કનેક્શન કાપવાની જ કાર્યવાહી કરી છે. આ વિશે કોર્પોરેશનના અધિકારીએ જણાવ્યું કે, મંજૂરી વિના કનેક્શન જોડવામાં આવશે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.
વડોદરાના ભાયલીમાં ચકચારી સામૂહિક દુષ્કર્મનો મામલે મહત્વના સમાચાર સામે આવ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, કોર્ટ રૂમમાંથી બહાર નિકળતા જ વકીલોએ ટપલીદાવ કર્યો હતો. આરોપીઓ સામે વકીલોમાં ભયંકર આક્રોશ જોવા મળ્યો હતો. જો કે, ટપલીદાવ થતા પોલીસ આરોપીઓને રક્ષણ આપી લઇ ગઇ હતીં. ભાયલીમાં ચકચારી સામૂહિક દુષ્કર્મ મામલે આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યાં છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની કરવામાં આવી માંગણી હતી. જેથી કોર્ટે 5 આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું સામે આવ્યું છે. જોકે મળતી જાણકારી પ્રમાણે પોલીસે આરોપીઓના 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. પરંતુ કોર્ટે દ્વારા માત્ર 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યાં છે. આ સાથે કાર્ટેની બહાર વકીલોમાં ટપલીદાવ જેવું જોવા મળ્યું હતું.
આ પણ વાંચો: વડોદરામાં ધો.12 સાયન્સની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ, વિધર્મી ગરબા રમવા અને ફોટા માટે ટોર્ચર કરતો હતો
આ પણ વાંચો: વડોદરામાં સગીરા પર દુષ્કર્મ, વિધર્મીએ 12 સાયન્સની વિદ્યાર્થીનીને ગરબા રમવા કર્યું દબાણ
આ પણ વાંચો: વડોદરા ગેગરેપ કેસમાં પિડીતાના વિશ્વામિત્રી નદીમાં ફેંકી દેવાયેલા ફોનની શોધ ચાલુ