રાજ્યસભાનાં સ્પીકર વેંકૈયા નાયડુ સંસદનાં હંગામાથી ભરેલા ચોમાસુ સત્ર વચ્ચે બુધવારે ભાવુક થઈ ગયા. તેમણે ગૃહમાં વિપક્ષનાં વર્તનની નિંદા કરી છે. રાજ્યસભાનાં સ્પીકર નાયડુએ કહ્યું કે, મંગળવારે સંસદમાં જે બન્યું તેનાથી હું દુઃખી છું. ગૃહમાં વિપક્ષી સાંસદો દ્વારા ગઈકાલનાં હંગામા વિશે બોલતા એમ વેંકૈયા નાયડુ ભાવુક થઈ ગયા હતા.
આ પણ વાંચો – વિશ્વ માટે ચિંતાનો વિષય / આફ્રિકામાં કોરોના કરતાં પણ વધુ ખતરનાક ઇબોલા વાઇરસ મળ્યો, વધુ એક મહામારીનું તોળાતું જોખમ
તેમણે કહ્યું કે, ગઈકાલે આ ગૃહની તમામ પવિત્રતા નાશ પામી હતી, જ્યારે કેટલાક સભ્યો ટેબલ પર બેઠા હતા અને કેટલાક ટેબલ પર ચઢી ગયા હતા. તેમણે કહ્યું કે, સંસદમાં જે બન્યું તેનાથી હું ખૂબ જ દુઃખી છું. વિપક્ષ દ્વારા આ પ્રકારની કાર્યવાહીથી ગૃહની ગરીમાને ઠેસ પહોંચી છે. હું આખી રાત ઉંઘી શક્યો નહીં. આ સાથે નાયડુએ વિપક્ષની સતત માંગ પર કહ્યું કે, તમે સરકારને આ વાત માટે દબાણ નાખી શકો નહી કે તે શું કરે અને શું ન કરે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર અધ્યક્ષ વેંકૈયા નાયડુ રાજ્યસભામાં હંગામો મચાવનાર અને નિયમ પુસ્તકને ખુરશી તરફ ફેંકનારા વિપક્ષી સાંસદો સામે કાર્યવાહી કરી શકે છે. આ પહેલા ગૃહમંત્રી અમિત શાહ, ગૃહનાં નેતા પીયૂષ ગોયલ અને અન્ય ભાજપનાં સાંસદો પણ આજે સવારે નાયડુને મળ્યા હતા.
RS Chairman Venkaiah Naidu to take action against Opposition MPs who created ruckus in Rajya Sabha, yesterday. Home Minister Amit Shah, Leader of the House Piyush Goyal, and other BJP MPs met Naidu over the same, this morning: Sources
(file photo) pic.twitter.com/wPv6owmB6l
— ANI (@ANI) August 11, 2021
આ પણ વાંચો – OMG! / ગુજરાતના આ મંદિર જ્યાં પ્રાચીન કાળી માટીના માટલાંમાં 600 વર્ષથી એવુંને એવું ઘી સચવાયેલું છે, દુર્ગંધ કે જીવાત પણ પડતી નથી
આપને જણાવી દઈએ કે, રાજ્યસભામાં કૃષિ મુદ્દાઓ પર ચર્ચા દરમ્યાન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ) નાં કેટલાક સાંસદો મંગળવારે સ્પીકરની સામે પત્રકારોનાં ટેબલ પર ચઠ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં આમ આદમી પાર્ટીનાં રાજ્યસભાનાં સભ્ય સંજય સિંહ અને કોંગ્રેસનાં પ્રતાપ સિંહ બાજવા ટેબલ પર ઉભા જોવા મળી રહ્યા છે, જેની ચેરમેને ગંભીર નોંધ લીધી છે. વિપક્ષનાં સાંસદોએ સૂત્રોચ્ચાર કરતા કહ્યું કે, સંબંધિત નોટિસની અવગણના કરવામાં આવી છે. તેમણે સરકાર પર ખેડૂતોનાં આંદોલનને છુપાવવાનો અને ચર્ચા ટાળવાનો આરોપ લગાવ્યો હતો. સરકાર સાંસદો સામે કાર્યવાહી કરવાનું વિચારી રહી છે અને આ મુદ્દે સ્પીકર સાથે બેઠક યોજી છે.
