ત્રિપુરા/ ભાજપ અને સીપીઆઇના કાર્યકરો વચ્ચે ઘર્ષણ પછી તોડફોડ અને આગચંપીના બનાવ

સીપીઆઈ (એમ) ની યુવા પાંખે પૂર્વ પરવાનગી વગર અહીં રેલીનું આયોજન કર્યું હતું. જ્યારે પોલીસે રેલીને રોકવાનો પ્રયાસ કર્યો તો તેઓએ હિંસા શરૂ કરી

India
tttttttttttttttt ભાજપ અને સીપીઆઇના કાર્યકરો વચ્ચે ઘર્ષણ પછી તોડફોડ અને આગચંપીના બનાવ

ત્રિપુરામાં ભારતીય જનતા (ભાજપ) અને સીપીઆઈ (એમ) ના કાર્યકરો વચ્ચે ઘણી જગ્યાએ અથડામણ થઇ છે.  ગોમતી જિલ્લાના ઉદયપુર શહેરથી આ અથડામણ શરૂ થઇ હતી. સીપીઆઇ (એમ) યુવા વિંગ ફેડરેશન દ્ધારા રેલી નિકાળવામાં આવી હતી.   આ રેલી દરમિયાન સીપીઆઈ (એમ) ના કાર્યકરોએ ભાજપના એક કાર્યકર પર હુમલો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે રેલી દરમિયાન  ભાજપના આ કાર્યકરો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. અને તેમની પર હુમલો કરવામાં આવ્આયો હતો જેમાં  તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોલીસ સુત્રના જણાવ્યા અનુસાર  ભાજપના કાર્યકરોનું એક જૂથ ત્યાં હાજર હતું. ડીવાયએફઆઈ રેલી દરમિયાન બંને પક્ષોના કાર્યકરો વચ્ચે લડાઈ થઈ. અને ત્યાર પછી અગરતલા, બિશલગઢ અને કૈતલામાં CPI (M) ની ઓફિસોમાં આગ લગાડવામાં આવી હતી અને તોડફોડ કરવામાં આવી હતી.

સુત્રોના જણાવ્યા અનુસાર સોમવારે મુખ્યમંત્રી માણિક સરકારને ધાનપુરમાં એક કાર્યક્રમ દરમિયાન વિરોધનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન સીપીઆઈ (એમ) અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે કહ્યું કે ઉદયપુરમાં ભાજપના કાર્યકર્તાને ગંભીર ઈજાઓ થઈ છે અને તેની સ્થિતિ હજુ સ્થિર નથી. આ સમગ્ર હંગામો બાદ મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે ઉદયપુરમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ ભીડને કાબૂમાં લેવા માટે પોલીસને ઘણી મહેનત કરવી પડી હતી. સીપીઆઈ (એમ) ના નેતા બિજન ધરે કહ્યું કે હું પાર્ટી ઓફિસ જોવા આવ્યો હતો. આ દરમિયાન અમારી કાર પર હુમલો થયો અને તેને આગ લગાવી દેવામાં આવી.

બદમાશોએ પૂર્વ મંત્રી રતન ભૌમિકની કારને પણ આગ લગાવી દીધી હતી. આ અથડામણ બાદ કૃષિમંત્રી પ્રાણજીત સિંઘા રોય પોતે ઘટના સ્થળે પહોંચ્યા હતા. અહીં પહોંચ્યા બાદ મીડિયા સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે સીપીઆઈ (એમ) ની યુવા પાંખે પૂર્વ પરવાનગી વગર અહીં રેલીનું આયોજન કર્યું હતું. જ્યારે પોલીસે રેલીને રોકવાનો પ્રયાસ કર્યો તો તેઓએ હિંસા શરૂ કરી.