દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓએ Niti Ayog meeting શનિવારે નીતિ આયોગ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં ભાગ ન લેવાની જાહેરાત કરી છે. જેમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ (KCR)નો સમાવેશ થાય છે. કેજરીવાલે શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને જણાવ્યું હતું કે તેઓ દિલ્હીમાં અમલદારોની બદલી અંગે કેન્દ્રના તાજેતરના વટહુકમને કારણે બેઠકમાં હાજર રહી શકશે નહીં. AAP નેતાએ કહ્યું કે વટહુકમ સામે માત્ર દિલ્હીમાં જ નહીં પરંતુ સમગ્ર દેશના લોકોમાં ભારે વિરોધ છે.
વડાપ્રધાન બેઠકની અધ્યક્ષતા કરશે
નીતિ આયોગ ગવર્નિંગ કાઉન્સિલની 8મી બેઠક શનિવારે પ્રગતિ મેદાન ખાતે યોજાશે. Niti Ayog meeting વડાપ્રધાનની અધ્યક્ષતામાં યોજાનારી બેઠકની મુખ્ય થીમ છે વિકસિત ભારત @ 2047: ટીમ ઈન્ડિયાની ભૂમિકા. કમિશને એક નિવેદનમાં જણાવ્યું છે કે મીટિંગમાં MSME, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ, મહિલા સશક્તિકરણ, સ્વાસ્થ્ય અને પોષણ, કૌશલ્ય વિકાસ અને મોમેન્ટમ પાવર સહિતના મુખ્ય વિષયો પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ અથવા લેફ્ટનન્ટ ગવર્નરોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
મમતાએ પહેલા હા પાડી, પછી ફેરવી
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ આ મહિનાની શરૂઆતમાં Niti Ayog meeting બેઠકમાં હાજરી આપવા માટે તેમની ઈચ્છા દર્શાવી હતી, પરંતુ બાદમાં તેમણે નકારી કાઢી હતી. કેન્દ્રએ રાજ્યના નાણામંત્રી અને મુખ્ય સચિવને મોકલવાની તૃણમૂલ સરકારની વિનંતીને ‘નકારી’ કરી દીધી છે.
આ પણ વાંચોઃ નવી સંસદ/ નવી સંસદ માટે ક્યાંથી લાવવામાં આવી છે નવી-નવી ચીજો
આ પણ વાંચોઃ હિંમત/ તાલિબાની ક્રૂરતા વચ્ચે પણ મહિલાએ IIT મદ્રાસમાંથી કેવી રીતે એન્જિનીયરિંગ પૂરુ કર્યુ તે જાણો
આ પણ વાંચોઃ અમેરિકા-દિવાળીની રજા/ અમેરિકામાં દિવાળીની સરકારી રજા રહેશે! PM મોદીની મુલાકાત પહેલા અમેરિકા ભારતીયોને ભેટ આપશે