Gandhinagar News : દેશની અંદાજે ૧.૯૪ લાખ ગ્રામ પંચાયતના નોમીનેશન પૈકી ‘નેશનલ પંચાયત એવોર્ડ-૨૦૨૪’માં પંચમહાલ જિલ્લાની ઘોઘંબા તાલુકાની વાવકુલ્લી-૨ દેશની સર્વશ્રેષ્ઠ “સુશાસન યુક્ત પંચાયત” તરીકે પસંદગી કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુ(President Of India)ના હસ્તે એવોર્ડ એનાયત કરી પ્રથમ પુરસ્કાર તરીકે રૂ. ૧ કરોડની રકમ ગ્રામ પંચાયતને આપવામાં આવી છે.
રાજ્યના મુખ્યમંત્રી(CM) ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને પંચાયત રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા પંચાયતોને સતત માર્ગદર્શન આપવામાં આવતું હતું. જેના પરિણામે ગુજરાતની આ પંચાયત દેશભરમાં પ્રથમ સ્થાને આવી છે. આ એવોર્ડ ગુજરાત સરકારના ગ્રામીણ વિકાસ અને પંચાયતોને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાના પ્રયાસોની સફળતા દર્શાવે છે.
ભારત સરકાર દ્વારા નેશનલ પંચાયત એવોર્ડ ૨૦૨૪-૨૫ અંતર્ગત દીન દયાલ ઉપાધ્યાય પંચાયત સતત વિકાસ પુરસ્કાર આપવામાં આવે છે. આ એવોર્ડમાં કુલ ૦૯ થીમ આધારીત દરેક થીમમાંથી ત્રણ એવોર્ડ આપવામાં આવે છે. જેમાં પ્રથમ પુરસ્કાર માટે રૂ. ૧ કરોડ, બીજા પુરસ્કાર માટે રૂ. ૭૫ લાખ અને ત્રીજા પુરસ્કાર માટે રૂ.૫૦ લાખની રકમ એવોર્ડ તરીકે એનાયત કરવામાં આવે છે.
દેશની ૪૫ એવોર્ડ વિજેતા પંચાયતોને ડિજિટલ ટ્રાન્સફર દ્વારા કુલ રૂપિયા ૪૬ કરોડની રકમ એનાયત કરવામાં આવી છે. નવી દિલ્લી ખાતે યોજાયેલ આ એવોર્ડ ગુજરાત સરકાર વતી અધિક વિકાસ કમિશનર શ્રી ગૌરવ દહિયા, અને નેશનલ પંચાયત નોડલ અધિકારી દ્વારા એવોર્ડ સ્વીકારવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ કાલે રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર 2024 એનાયત કરશે, ગુજરાતમાંથી પંચમહાલના ગામને મળશે
