Ahmedabad News/ અમદાવાદમાં ધર્મપરિવર્તન કરાવાયું હોવાનો VHPનો આક્ષેપ, ચર્ચના સભ્યએ તમામ આક્ષેપો ફગાવી નોંધાવી FIR

વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં ઓઢવ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : ગુજરાતના તાપી અને સોનગઢમાં આદિવાસીઓને ધર્માંતરણ કરવામાં આવતું હોવાને લઈને વિવાદ ઊભો થયો છે, ત્યારબાદ હવે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં સ્થાનિકોનું ધર્માંતરણ કરાવવામાં આવતું હોવાનો વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. સત્સંગના નામે બ્રેઇન વોશ કરીને ઘરમાં ચર્ચ બનાવી સ્થાનિકોને પ્રેયર માટે એકઠા કરવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જ્યારે ચર્ચામાં કેટલાક શખ્સો હાથમાં ડંડા અને અન્ય હથિયારો સાથે આવીને ધમકાવ્યા હોવાને લઈને ખ્રિસ્તી ધર્મના આગેવાનોએ FIR નોંધાવી હતી.

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો વીડિયો અમદાવાદના ઓઢવ વિસ્તારનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જેમાં કોઈ ધાર્મિક કાર્યક્રમમાં કેટલાક લોકો પ્રાર્થના કરી રહ્યા છે, ત્યારે કેટલાક લોકો લાકડી અને ડંડા સાથે ધાકધમકી આપી ગુંડાગર્દી કરતાં જોવા મળે છે. ઘટનાની જાણ થતાં પોલીસે દોડતી થઈ હતી. આ સમગ્ર મામલે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ પોલીસ અરજી કરી જણાવ્યું હતું કે યુવાનોને નાસ્તાની લાલચ આપી ધર્માંતરણ કરવામાં આવે છે. પોલીસે આ અરજીને આધારે વધુ તપાસ હાથ ધરી છે.

આ મામલે ખ્રિસ્તી ધર્મના આગેવાનોએ FIR નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, ગઈકાલે રવિવારે (20 એપ્રિલ, 2025)ના રોજ ખ્રિસ્તી ધર્મનો ઈસ્ટરનો તહેવાર હતો. જેને લઈને ગઈકાલે રવિવારે સવારે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલા પેન્ટિકોસ્ટલ ચર્ચમાં ઈસ્ટર સન ડેની ભજન સેવા ચાલુ હતી. આ દરમિયાન આશરે 10:30 થી 11 વાગ્યની વચ્ચે 20થી 25 લોકો હાથમાં ડંડા અને અન્ય હથિયારો સાથે ચર્ચામાં ઘુસી આવ્યા હતા અને નારા લગાવી ધાકધમકી આપી હતી.

જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં ઓઢવ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે.આ અગાઉ સપ્ટેમ્બર 2024માં અમદાવાદમાં ગેરકાયદે શંકાસ્પદ ધર્માંતરણનો મામલો સામે આવ્યો હતો. અમદાવાદના એલિસબ્રીજ વિસ્તારમાં આવેલા કોમર્શિયલ બિલ્ડીંગમાં ખ્રિસ્તી સમાજના પ્રાર્થના સભાના હોલમાં ગેરકાયદે ધર્માંતરણની આશંકાએ પોલીસે તપાસ હાથ ધરી હતી. મૂળ હિન્દુ ધર્મના લોકોનું ગેરકાયદે ધર્માંતરણ કરાતું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો, જેમાં ત્રણ લોકોની અટકાયત કરાઈ હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગોંડલમાં મકાન ધરાશાયી થતાં 1 મહિલાનું મોત

આ પણ વાંચો:મધ્યપ્રદેશમાં નિર્માણાધીન પુલનો સ્લેબ ધરાશાયી, 4 ને ઈજા અને 3 મજૂરોના મોત

આ પણ વાંચો:દિલ્હીના મુસ્તફાબાદમાં 4 માળની ઇમારત ધરાશાયી થતાં 6 લોકોના મોત, કાટમાળ નીચે ઘણા લોકો દટાયા