વિકી કૌશલ હાલમાં તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ જરા હટકે જરા બચકેનું પ્રમોશન કરી રહ્યો છે. અત્યાર સુધી અભિનેતા ઘણી ઈવેન્ટ્સ અને પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહ્યો છે. આવા જ એક ઈન્ટરવ્યુમાં વિકી કૌશલે રણબીર કપૂર વિશે વાત કરી અને તેના કેટલાક ઈન્ટરસ્ટીંગ રહસ્યો જાહેર કર્યા હતા.
વિકીએ રણબીરના રહસ્યો જાહેર કર્યા
વિકી કૌશલ અને રણબીર કપૂરે 2018માં સંજય દત્તની બાયોપિક સંજુમાં સાથે કામ કર્યું હતું. આ દરમિયાન બંનેએ એકબીજા સાથે ઘણો સમય વિતાવ્યો હતો. જરા હટકે ઝરા બચકેના પ્રમોશન દરમિયાન એક ચેનલ સાથેની વાતચીતમાં વિકી કૌશલે રણબીર કપૂરની એક હટકે અને એક બચકેની આદત વિશે જણાવ્યું. તુ જૂઠી મેં મક્કાર અભિનેતાની વિચિત્રતા વિશે વાત કરતા, વિકીએ કહ્યું કે જ્યારે પણ રણબીર કોઈ ભૂમિકા માટે સખત મહેનત કરે છે, ત્યારે તે તેને સેટ પર ક્યારેય બતાવવા દેતો નથી.
આ રણબીરની સૌથી મોટી ખૂબી છે
વિકીએ કહ્યું, “રણબીર મારા મનપસંદ અભિનેતાઓમાંનો એક છે. રણબીરની સૌથી અનોખી વાત એ છે કે તે એક વ્યક્તિ અને અભિનેતા તરીકે સિક્યોર રહે છે. તે ખૂબ જ સુરક્ષિત છે અને જ્યારે તે કોઈ ભૂમિકા માટે ખુબ જ મહેનત કરે છે, ત્યારે તે ક્યારેય તેને સેટ પર નથી લાવતો. એક અભિનેતા તરીકે, તે ક્યારેય એવો દેખાવ નથી કરતો કે તે કેટલી મહેનત કરે છે. તે જે પણ કરે છે, તે પડદા પાછળ કરે છે અને સેટ પર તે માત્ર કામ કરે છે, જે અદ્ભુત છે.”
ગોસિપ ક્વીન છે રણબીર
રણબીર કપૂરની નાના બાળકો જેવી આદત વિશે વાત કરતાં, વિકીએ ખુલાસો કર્યો કે અભિનેતા ગમે ત્યારે કઈ પણ કહે ત્યારે એવું કહે છે કે આ ફક્ત હું તને જ કહી રહ્યો છે બીજા કોઈને ખબર ન પડવી જોઈએ પણ પાછળથી ખ્યાલ આવે કે આ તેણે પોતે જ અડધી દુનિયાને આ વાત કહી દીધી છે.
વિકીએ ખોલી પોલ
વિકીએ કહ્યું, “રણબીરની નાના બાળકો જેવી આદત વિશે વાત કરતા કહ્યું કે રણબીર કહેશે કે, ‘યાર સુન મેં તેરે કો એક ચીઝ બાતા રહા હૈ, કિસી કો કહેના મત, સિર્ફ તુજે બતા રહા હું’ અને તમને ચિંતા થશે કે જો આ વાત ક્યાંક નીકળી જશે તો તમારા નામે બિલ ફાટશે કે મેં જ કોઈને કહ્યું હશે. પણ પાછળથી તમને ખ્યાલ આવશે કે ઓછામાં ઓછા 150 લોકોને આ વિશે પહેલેથી જ ખબર છે. અને આ 150 લોકોને તેણે કહ્યું હોય છે કે કોઈને ના કહેતો ભાઈ, ખાલી તને જ કહી રહ્યો છુ.
આ પણ વાંચો : Bigg Boss Ott 2/ટીવીની ‘પ્રતિજ્ઞા’ સલમાન ખાનના શોમાં કરશે એન્ટ્રી, શું સલમાન ખાન….
આ પણ વાંચો:ટ્રોલ્સને જડબાતોડ જવાબ/આશિષ વિદ્યાર્થી બીજા લગ્નને લઈને થયા ટ્રોલ, ગુસ્સામાં લાલ અભિનેતાએ કહ્યું- તો મરી જાવ?
આ પણ વાંચો:સારા અલી ખાનનો ખુલાસો/શુભમન ગિલ સાથે લગ્ન કરશે સારા અલી ખાન? અભિનેત્રીએ ખુલાસો કર્યો
આ પણ વાંચો:ડ્રગ્સ કેસ/ભારતી-હર્ષને મોટી રાહત, કોર્ટે NCBની અરજી ફગાવી
આ પણ વાંચો:વિવાદ/આદિપુરુષના ડિરેક્ટરે મંદિરના પરિસરમાં એક્ટ્રેસને કરી કિસ,વીડિયો આવ્યો સામે…