Not Set/ Video : બિહારનાં પૂર્વ CM નાં સન્માનમાં આપવામાં આવી રહી હતી 21 બંદૂકોની સલામી, ન ચાલી એકપણ

બિહારનાં ત્રણ વખતનાં પૂર્વ મુખ્યમંત્રી ડૉ. જગન્નાથ મિશ્રાને બુધવારે તેમના ગૃહ જિલ્લા સુપૌલમાં સન્માનની સાથે અંતિમ સંસ્કાર આપવામાં આવ્યા. આ સમય દરમિયાન વહીવટી કક્ષાએ તમામ તૈયારીઓ કરવામાં આવી હતી, પરંતુ આ સમયે બિહાર પોલીસની તૈયારીઓ સ્પષ્ટ રીતે બહાર આવી હતી. આપને જણાવવી દઇએ કે, જ્યારે મિશ્રાને 21 બંદૂકો સાથે સલામી આપવામાં આવી રહી હતી, તે […]

India

બિહારનાં ત્રણ વખતનાં પૂર્વ મુખ્યમંત્રી ડૉ. જગન્નાથ મિશ્રાને બુધવારે તેમના ગૃહ જિલ્લા સુપૌલમાં સન્માનની સાથે અંતિમ સંસ્કાર આપવામાં આવ્યા. આ સમય દરમિયાન વહીવટી કક્ષાએ તમામ તૈયારીઓ કરવામાં આવી હતી, પરંતુ આ સમયે બિહાર પોલીસની તૈયારીઓ સ્પષ્ટ રીતે બહાર આવી હતી. આપને જણાવવી દઇએ કે, જ્યારે મિશ્રાને 21 બંદૂકો સાથે સલામી આપવામાં આવી રહી હતી, તે દરમિયાન એક પણ બંદૂક ચાલી નહોતી. નોંધનીય છે કે આ દરમિયાન બિહારનાં મુખ્યમંત્રી નીતીશ કુમાર પણ ત્યા જ હાજર હતા.

ગાર્ડ ઓફ ઓનર દરમિયાન એક પણ પોલીસ રાઇફલ ન ચાલવાના આ મુદ્દાને પોલીસ વહીવટીતંત્રએ ગંભીરતાથી લીધુ છે. સુપૌલ પોલીસ અધિક્ષક મૃત્યુંજય ચૌધરી દ્વારા બેદરકારી બદલ તેમની પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે. જે સમયે અંતિમ સંસ્કાર થઇ રહ્યો હતો તે દરમિયાન બિહારનાં મુખ્યમંત્રી ઉપરાંત નાયબ મુખ્યમંત્રી સહિત ઘણા વિપક્ષી રાજકારણીઓ પણ હાજર હતા.

જગન્નાથ મિશ્રા 1975 માં પ્રથમ વખત બિહારનાં મુખ્યમંત્રી બન્યા અને એપ્રિલ 1977 સુધી આ પદ સંભાળ્યુ હતુ. પછી 1980 માં, તેમણે ફરીથી ત્રણ વર્ષ મુખ્ય પ્રધાન પદ સંભાળ્યુ હતુ. 1989 માં ત્રીજી વખત, તેઓ ત્રણ મહિના માટે બિહારનાં સીએમ રહ્યા. કોંગ્રેસનાં કાર્યકાળ દરમિયાન બિહારમાં કોંગ્રેસની મજબૂત પકડ હતી. બાદમાં તે જેડીયુમાં જોડાયા હતા. 1996 માં ચારા કૌભાંડમાં તેમનુ નામ સામે આવ્યુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.