પાટણ/ શંખેશ્વરના મેમણા ગામે એક લગ્નમાં જાહેરમાં ગોળીબાર કરતો વીડિયો વાયરલ

યુવાનના લગ્ન પ્રસંગના ગરબામાં હવામાં ફાયરિંગ કરી હતી.આ વીડિયો શંખેશ્વરના મેમણા ગામનો હોવાનું  સામે આવ્યું છે.

Videos
ફાયરિંગ
  • પાટણઃ હવામાં ફાયરિંગ કરતો વીડિયો વાયરલ
  • યુવાનના લગ્ન પ્રસંગના ગરબામાં હવામાં ફાયરિંગ
  • શંખેશ્વરના મેમણા ગામનો હોવાનું આવ્યું સામે
  • સિંગર અપેક્ષા પંડ્યાએ ફેસબુકમાં કર્યો છે દાવો
  • વીડિયો વાયરલ થતા પોલીસ આવી હરકતમાં

પાટણમાં હવામાં ફાયરિંગ કરતો વીડિયો વાયરલ થયો છે.યુવાનના લગ્ન પ્રસંગના ગરબામાં હવામાં ફાયરિંગ કરી હતી.આ વીડિયો શંખેશ્વરના મેમણા ગામનો હોવાનું  સામે આવ્યું છે.સિંગર અપેક્ષા પંડ્યાએ ફેસબુકમાં  દાવો કર્યો છે. વીડિયો વાયરલ થતા પોલીસ આવી હરકતમાં આવી છે.

આ પહેલા દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયા તાલુકાના બેહ ગામે સીમ વિસ્તારમાં આવેલ સાગર કુભાભાઇ મધુડાની વાડીએ યોજાયેલ લગ્ન પ્રસંગમાં સાગર કુભાભાઇ મધુડા અને અરજણભાઈ કાનાભાઈ મધુડા રે-સાલાયા નાકા ખંભાળીયા વાળાઓએ હથિયાર ધારાઓનો ભંગ કરતા કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે બંને સામે આર્મ્સ એકટ કલમ.25(9),29(બી), 30 તથા જી.પી.એકટ કલમ.135 (1) મુજબ ફરિયાદ નોંધી હતી. જેમાં આરોપી સાગર કુભાભાઇ મધુડાએ પોતાના કાકા અરજણભાઇના પાક રક્ષણ પરવાના વાળા ડબલ બેરલ હથિયાર(અગ્નિશસ્ત્ર) પરવાના વડે પોતે જાહેરમાં હવામાં ફાયરિંગ કરી તથા આરોપી અરજણભાઇ કાનાભાઇ મધુડાએ આરોપી સાગરને હથિયાર પરવાનો ધરાવતા ન હોય તેમ છતા તેઓએ પોતાના પાકરક્ષણ પરવાના વાળુ ડબલ બેરલ હથિયાર(અગ્નિશસ્ત્ર) તેમને ચલાવવા આપ્યું હતું.

આ પણ વાંચો:હવે ટિકિટ રિઝર્વેશન માટે રેલવે સ્ટેશન જવું નહીં પડે,પોસ્ટ ઓફિસમાંથી જ મળી રહેશે