કર્ણાટક/ સ્કૂલના ક્લાસરૂમમાં નમાઝ કરતો વિદ્યાર્થીઓનો વીડિયો વાયરલ, ખુલાસા બાદ થયો હંગામો

હિંદુ સંગઠનોના સદસ્યો સરકારી કન્નડ મોડલ સ્કૂલમાં ઘૂસી ગયા હતા. તેના પછી જિલ્લા વહીવટી તંત્રે તપાસના આદેશ આપ્યા હતા. શૈક્ષણિક અધિકારીએ સ્કૂલના પ્રિન્સિપાલ ઉમાદેવીને સસ્પેન્ડ કર્યા હતા.

India
વિદ્યાર્થીઓ
  • કર્ણાટકમાં શાળાના ક્લાસરૂમમાં નમાઝ
  •  વિદ્યાર્થીઓનો નમાઝ કરતો વીડિયો વાઈરલ
  • હિંદુ સંગઠનોના આક્રોશ બાદ કાર્યવાહી
  • સ્કૂલના મહિલા પ્રિન્સિપાલ સસ્પેન્ડ

કર્ણાટકના કોલાર જિલ્લાના એક સરકારી સ્કૂલના મહિલા પ્રિન્સિપાલને મુસ્લિમ વિદ્યાર્થીઓ ને ક્લાસમાં નમાઝ અદા કરવાની મંજૂરી આપવાના મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ મામલામાં હિંદુ સંગઠનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. શુક્રવારે સ્કૂલમાં નમાઝ અદા કરતો સ્ટૂડન્ટ્સનો વીડિયો વાઈરલ થયા બાદ હિંદુ સંગઠનોએ આક્રોશિત થઈને દેખાવો કર્યા હતા.

આ પણ વાંચો :થાણેમાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી,જાણો વિગત

હિંદુ સંગઠનોના સદસ્યો સરકારી કન્નડ મોડલ સ્કૂલમાં ઘૂસી ગયા હતા. તેના પછી જિલ્લા વહીવટી તંત્રે તપાસના આદેશ આપ્યા હતા. શૈક્ષણિક અધિકારીએ સ્કૂલના પ્રિન્સિપાલ ઉમાદેવીને સસ્પેન્ડ કર્યા હતા. બીઈઓ ગિરિજેશ્વરી દેવીએ એક અખબારની સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે અમે તપાસ માટે સ્કૂલમાં ચાર સદસ્યોની ટીમ મોકલી હતી અને ઉજાગર થયું કે પ્રિન્સિપાલે શુક્રવારે સ્કૂલમાં વિદ્યાર્થીઓ ને નમાઝ અદા કરવાની મંજૂરી આપીને ભૂલ કરી છે.

તેમણે કહ્યું છે કે મુસ્લિમ સ્ટૂડન્ટ્સને બ્રેક દરમિયાન નમાઝ પઢવાની મંજૂરી આપવામાં આવે છે. તેના માટે તેઓ આજુબાજુની કોઈ મસ્જિદમાં જઈ શકે છે. સામાન્ય રીતે તેઓ નમાઝ બાદ પાછા આવી જાય છે. પરંતુ સ્કૂલ પરિસરમાં નમાઝ અદા કરવાની મંજૂરી નથી. માટે અમે પ્રિન્સિપાલને સસ્પેન્ડ કર્યા છે. સરકારી સ્કૂલોમાં કોઈપણ પ્રકારની ધાર્મિક પ્રાર્થના કરવાની કોઈ જોગવાઈ નથી. તેથી આ કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો :ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીએ વધુ 56 ઉમેદવારની ચાદી જાહેર કરી,જાણો વિગત

આ પણ વાંચો :એર ઇન્ડિયા હવે અનેક બદલાવ સાથે ઉડાન ભરશે! સુવિધાઓથી સજજ

આ પણ વાંચો :RRB-NTPC પરિક્ષા મામલે વિધાર્થીઓએ આજે બિહાર બંધનું કર્યું એલાન,હાઇવે જામ કર્યો

આ પણ વાંચો : ટેલિકોમ કંપનીઓએ હવે પ્રીપેડ રિચાર્જ પર 28 નહી 30 દિવસની વેલિડિટી આપવી પડશે