Not Set/ જે રસી પર ઉઠાવ્યો હતો સવાલ, ઓવૈસીએ આજે તે જ રસીનો લીધો પહેલો ડોઝ

દેશમાં કોરોનાનાં કેસ ધીમે ધીમે વધી રહ્યા છે, ત્યારે તમારી સતર્કતા જ તમને આ બીમારીથી દૂર રાખવામા મદદરૂપ થઇ શકે છે….

Top Stories India

દેશમાં કોરોનાનાં કેસ ધીમે ધીમે વધી રહ્યા છે, ત્યારે તમારી સતર્કતા જ તમને આ બીમારીથી દૂર રાખવામા મદદરૂપ થઇ શકે છે. જો કે, રાહતની વાત એ છે કે, દેશમાં કોરોનાની વેક્સિનનો કાર્યક્રમ શરૂ થઇ ગયો છે. જે બાદ તમે કોરોનાને પોતાનાથી દૂર કરવામાં સફળ રહેશો. દેશમાં ફન્ટ લાઇન વર્કર્સ બાદ ઘણા દિગ્ગજ નેતાઓએ કોરોનાની વેક્સિન લીધી છે. હવે આજે AIMIM નાં નેતા અઅસદુદ્દીન ઓવૈસીએ કોરોનાની વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે.

રાજકારણ / વારંવાર પુનરાવર્તન કર્યા બાદ પણ, જૂઠ જૂઠ જ રહે છે : રાહુલ ગાંધી

આપને જણાવી દઇએ કે, આજે અસદુદ્દીન ઓવૈસીએ પણ કોરોનાવાયરસની વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે અને તેમણે લોકોને વહેલી તકે રસી લેવા માટે અપીલ પણ કરી છે. તેમણે આ જાણકારી પોતાના ટ્વિટર હેન્ડલ પરથી આપી છે અને લખ્યું છે કે, આ રસીનો પહેલો ડોઝ આજે લઇ લીધો છે! રસીકરણ માત્ર કોવિડ-19 થી પોતાનું રક્ષણ કરવામાં જ મદદરૂપ નથી થતુ પણ તે બધા માટે જોખમનાં પ્રમાણને ઘટાડે છે! હું દરેકને વિનંતી કરું છું કે વહેલી તકે કોઈ શેડ્યૂલ તૈયાર કરો અને પોતાને રસી અપાવો. અલ્લાહ આપણને રોગચાળાથી બચાવે!

કોરોના વિસ્ફોટ: અમદાવાદ કોર્પોરેશન દ્વારા નવા 18 વિસ્તારોને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા

આપને જણાવી દઇએ કે, વર્ષ 2020, જે આપણા દરેક માટે એક ખરાબ વર્ષ સાબિત થયુ હતુ. અને ત્યારથી જ બધા વ્યવસાયો પર ખરાબ અસર પડી હતી. આવી સ્થિતિમાં દેશ અને વિદેશની અર્થવ્યવસ્થા પણ સતત બગડતી જોવા મળી હતી, પરંતુ ભારતે આ રોગચાળાથી છૂટકારો મેળવવા માટે તેની રસી તૈયાર કરી હતી! અને પછી આ દવા આપણા દેશમાં અને વિદેશમાં પણ યોગ્ય રીતે આપવાનું શરૂ કર્યુ હતુ! જો કે, આ દરમિયાન, દેશનાં કેટલાક નેતાઓએ ભારત દ્વારા આટલી મોટી ઉપલબ્ધી પર સવાલ ઉઠાવવાનું શરૂ કર્યું હતું, પરંતુ હવે તે જ નેતાઓ આ રસીકરણનો ભાગ બની રહ્યા છે!

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ