Not Set/ Tik Tok પર વિડિયો બનાવવાનું પડ્યુ ભારે, કોન્સ્ટેબલ નિલેશ કુંગશિયા અને અમીત કોરાટ સસ્પેન્ડ

શુક્રવારે રાજકોટનાં એ ડિવિઝનની પોલીસ સ્ટેશનની પીસીઆર વાન પર એક Tik Tokમાં વિડિયો વાયરલ થયો હતો. Tik Tok માં વિડિયો બનાવનાર યુવાન પૂર્વ ટ્રાફિક વોર્ડન શુભમ ઉકેડીયા હોવાનુ સામે આવ્યુ છે. જેને લઇને પોલીસ કમિશ્નર દ્વારા તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ એ ડિવિઝનનાં કોન્સ્ટેબલ નિલેશ કુંગશિયા તે પોલીસનાં ડ્રેસમાં કાર ચલાવતા હોવાનુ સામે […]

Gujarat

શુક્રવારે રાજકોટનાં એ ડિવિઝનની પોલીસ સ્ટેશનની પીસીઆર વાન પર એક Tik Tokમાં વિડિયો વાયરલ થયો હતો. Tik Tok માં વિડિયો બનાવનાર યુવાન પૂર્વ ટ્રાફિક વોર્ડન શુભમ ઉકેડીયા હોવાનુ સામે આવ્યુ છે. જેને લઇને પોલીસ કમિશ્નર દ્વારા તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ એ ડિવિઝનનાં કોન્સ્ટેબલ નિલેશ કુંગશિયા તે પોલીસનાં ડ્રેસમાં કાર ચલાવતા હોવાનુ સામે આવ્યુ હતુ.

આપને જણાવી દઇએ કે, આ મામલે સમગ્ર તપાસ કરવામાં આવી હતી, તેમા આ પીસીઆર વાનનાં કોન્સ્ટેબલ અમીત કોરાટ સાથે જેણે પીસીઆર વાનનું સંચાલન કરવાનુ હોય છે અને જેણે ફરજમાં બેદરકારી દાખવી છે અને સરકારી વાહનનો આ રીતે અન્ય વ્યક્તિને ઉપયોગ કરવામાં આપવામાં આવી હોવાથી નિલેશ કુંગશિયા અને અમીત કોરાટ બંન્નેને સસ્પેન્ડ કરી દેવામાં આવે તેનો આદેશ કરી દેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ટીકટોકનાં ભૂતે પોલીસ કર્મચારીઓને દોડતા કરી દીધા છે. મહેસાણામાં મહિલા પોલીસ કર્મચારીનો વિડિયો વાયરલ થયા બાદ અમદાવાદની મહિલા કોન્સ્ટેબલ, એએસઆઈ અને વડોદરા ક્રાઈમબ્રાન્ચનાં એએસઆઈનો વિડિયો વાયરલ થતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. દરમિયાન મહેસાણાનાં વાયરલ વિડિયો માટે જે મહિલા કોન્ટેબલને જે મહિલા Dysp દ્વારા સસ્પેન્ડ કરવામા આવ્યા હતા, તે જ મહિલા Dy SPનો વિડિયો વાયરલ થયા બાદ હવે રાજકોટમાં પોલીસ વાહન સાથેનો યુવાનનો વિડિયો વાયરલ થયો છે. પોલીસની સુરક્ષા માટે તૈનાત કરાયેલા પોલીસ વાહનનો ટીકટોકનો વિડિયો બનાવવામાં ઉપયોગ કરવામાં આવતા પોલીસ તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. આ બનાવને ગંભીરતાથી લઈને પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યાં હતા જે બાદ હવે નિલેશ કુંગશિયા અને અમીત કોરાટ બંન્નેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.