બોલિવુડની એક્ટ્રેસ રવિના ટંડન ફિલ્મથી દૂર રહી હોવા છતા ઘણીવાર ચર્ચામાં બની રહેતી નજરે ચઢે છે. રવિના ટંડન ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાની વાતને બેબાકીથી રજૂ કરતી હોય છે. હાલમાં જ રવિના ટંડને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયો પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. આ વીડિયોમાં અમુક લોકો સિંહને હેરાન કરતા દેખાઇ રહ્યા છે. વીડિયોને શેર કરતા રવિના ટંડને ટ્વિટ કર્યુ જે હાલમાં સોશિયલ મીડિયામાં ઘણુ વાયરલ થઇ રહ્યુ છે.
Pathetic bunch of loser human b…. hope they Rot in hell. Sometimes I do wish karma takes the form like our own Nagin movie,watch these a… die a writhing torturous death. https://t.co/9S1qe67qTa
— Raveena Tandon (@TandonRaveena) June 12, 2019
બોલિવુડમાં પોતાની દમદાર એક્ટિંગની ઓળખ બતાવનાર રવિના ટંડન સોશિયલ મીડિયામાં ઘણીવાર પોતાનો વિચાર રજૂ કરતી રહે છે. તાજેતરમાં જ તેણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયોને રિટ્વિટ કરતા પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો.જેમા તેણે લખ્યુ કે, “હારેલા લોકોની દયનીય અવસ્થા… આ લોકો નર્કમાં સડશે. ઘણીવાર હુ તે ઇચ્છુ છુ કે લોકોનાં કર્મ આપણી ‘નાગિન’ મૂવીની જેમ તેમની સામે આવે…દર્દથી ભરેલી મોત નસીબ થાય.” રવિના ટંડન દ્વારા શેર કરવામા આવેલ વીડિયોમાં ઘણા લોકો સિંહને ઘેરીને બેઠા દેખાય રહ્યા છે અને અચાનક એક વ્યક્તિ તેના મોંઢા પર કેક મારી દે છે, જેના કારણે સિંહ ત્યાથી ઉભો થઇ જાય છે અને તેના મોંઢા પર લાગેલા કેકને સાફ કરવાનો પ્રયત્ન કરવા લાગે છે. પોતાની ટ્વિટમાં રવિના ટંડને વીડિયોમાં દેખાતા લોકો પર પોતાનો ગુસ્સો કાઠ્યો હતો. એક અબોલા પ્રાણીને આ રીતે હેરાન-પરેશાન કરતા જોઇ રવિના જ નહી પણ ઘણા અન્ય લોકો પણ પોતાના ગુસ્સાને ઠાલવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, રવિના ટંડન એક ફેમસ બોલિવુડ એક્ટ્રેસની સાથે પ્રોડ્યૂસર અને ટેલીવિઝન પર્સનાલિટી પણ છે. રવિનાને ફિલ્મોમાં પોતાની જબરદસ્ત એક્ટિંગ માટે નેશનલ ફિલ્મ એવોર્ડ અને ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યા છે. રવિના ટંડનની એક્ટ્રિ્ગને સૌથી વધુ ‘પથ્થરનાં ફૂલ, લાડલા, દમન, અક્સ, સત્તા અને બડે મિયા-છોટે મિયા’ જેવી ફિલ્મોમાં વખાણ મળ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
