Not Set/ વિધાનસભા પરિણામ 2019/ અરવિંદ કેજરીવાલની પાર્ટી ‘AAP’ નો ધબડકો, એકપણ ઉમેદવાર જીતી શક્યા નહી

મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં, જ્યાં ભાજપ-શિવસેનાનું ગઠબંધન સતત બીજી વખત સરકાર રચવા જઈ રહ્યું છે, ત્યારે હરિયાણામાં મામલો અટવાયો હતો. આ પરિણામો આમ આદમી પાર્ટી (આપ) માટે ખૂબ જ નિરાશાજનક રહ્યા છે. સૌથી ચોંકાવનારી વાત એ રહી કે એકપણ આમ આદમી પાર્ટીનો ઉમેદવાર જીતી શક્યો નહીં. હરિયાણાની કુલ […]

Top Stories India

મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં, જ્યાં ભાજપ-શિવસેનાનું ગઠબંધન સતત બીજી વખત સરકાર રચવા જઈ રહ્યું છે, ત્યારે હરિયાણામાં મામલો અટવાયો હતો. આ પરિણામો આમ આદમી પાર્ટી (આપ) માટે ખૂબ જ નિરાશાજનક રહ્યા છે. સૌથી ચોંકાવનારી વાત એ રહી કે એકપણ આમ આદમી પાર્ટીનો ઉમેદવાર જીતી શક્યો નહીં. હરિયાણાની કુલ 90 બેઠકોમાંથી અરવિંદ કેજરીવાલે 46 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા, જ્યારે મહારાષ્ટ્રમાં ચૂંટણી લડનારા 11 ઉમેદવારોમાંથી કોઈપણ ઉમેદવાર બપોર સુધી 1000 થી વધુ મત મેળવી શક્યા ન હોતા.

આમ આદમી પાર્ટીને હરિયાણાથી વધારે આશાઓ હતી. પાર્ટી હરિયાણામાં જીત મેળવીને દિલ્હીની બહાર પોતાની હાજરી બનાવવાનો પ્રયાસ કરી રહી હતી, જો કે આવું થઈ શક્યું નહીં. કોઈ પણ ઉમેદવાર વિરોધીઓને પડકારતો જોવા મળ્યો ન હતો. ચૂંટણી પંચનાં ડેટા મુજબ, હરિયાણામાં આમ આદમી પાર્ટીને માત્ર 0.45 ટકા મતો મળ્યા છે. મહારાષ્ટ્રમાં પાર્ટીને માત્ર 0.11 ટકા મતો મળ્યા છે. આપને જણાવી દઈએ કે, અરવિંદ કેજરીવાલ મૂળ હરિયાણાનાં છે.

અગાઉ લોકસભાની ચૂંટણીમાં પણ પાર્ટીને અહીં હારનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હીમાં પણ તેને એક પણ બેઠક મળી નહોતી. પાર્ટીએ ઉમેદવારો ઉભા રાખ્યા, પરંતુ ચૂંટણી પ્રચારમાં કોઈ રસ દાખવ્યો નહીં. કેજરીવાલ કે પાર્ટીનાં કોઈ મોટા નેતા પ્રચારમાં આવ્યા નહોતા. હવે દિલ્હીમાં બેઠેલા પક્ષનાં નેતાઓ કાંઈ પણ બોલવાનું ટાળી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે આવતા વર્ષે દિલ્હીમાં યોજાનારી દિલ્હીની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટી મંથન કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.