Not Set/ વિદ્યુત મોહન બન્યા UN નાં ‘યંગ ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ’

સંયુક્ત રાષ્ટ્રની પર્યાવરણ એજન્સી દ્વારા આપવામાં આવેલ એક અનોખો એવોર્ડ ‘યંગ ચેમ્પિયન્સ ઓફ અર્થ’ નાં સાત વિજેતાઓમાં એક 29 વર્ષિય ભારતીય ઉદ્યોગસાહસિક પણ છે…

NRI News
zzas 39 વિદ્યુત મોહન બન્યા UN નાં 'યંગ ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ'

સંયુક્ત રાષ્ટ્રની પર્યાવરણ એજન્સી દ્વારા આપવામાં આવેલ એક અનોખો એવોર્ડ ‘યંગ ચેમ્પિયન્સ ઓફ અર્થ’ નાં સાત વિજેતાઓમાં એક 29 વર્ષિય ભારતીય ઉદ્યોગસાહસિક પણ છે.

zzas 40 વિદ્યુત મોહન બન્યા UN નાં 'યંગ ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ'

આ એવોર્ડ એવા લોકોને આપવામાં આવે છે કે જેઓ પર્યાવરણને લગતી પડકારોને નવા વિચારો અને નવીન પગલાઓથી હલ કરવાની દિશામાં કામ કરે છે. યુનાઇટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ (યુએનઇપી) એ મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું છે કે, ‘ટેકાચાર’ કંપનીનાં સહ-સ્થાપક અને વ્યવહારે એન્જિનિયર વિદ્યુત મોહન તેમના સામાજિક ઉદ્યમથી ખેડૂતોને પાકનો કચરો ન બાળવા અંગે સમજાવે છે અને આ કચરાનો ઉપયોગ કરીને તેમને વધારાની આવકનાં ઉપાય વિશે જણાવ્યાં છે. વિદ્યુત મોહને નિવેદનમાં કહ્યુ છે કે, “હું હંમેશાં ઉર્જા સુધીની પહોંચ અને ગરીબ સમુદાયો માટે આવકની તકો પૂરી પાડવાના વિષય પર કામ કરવા માંગતો હતો.” તેમણે કહ્યું, “હું વિકાસશીલ દેશોમાં આર્થિક વિકાસને સંતુલિત કરવા અને પર્યાવરણ પર થતી આડઅસર અટકાવવાનાં પ્રશ્નોનાં જવાબો શોધવા માંગતો હતો.”

zzas 41 વિદ્યુત મોહન બન્યા UN નાં 'યંગ ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ'

યુએનનાં સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુતારેસે એક સંદેશમાં જણાવ્યું હતું કે, કોરોના વાયરસ રોગચાળા દરમિયાન સમાજની સમસ્યાઓ વધી છે, જેનાથી અર્થતંત્રને પણ અસર થાય છે. તેમણે કહ્યું, “આપણે પ્રકૃતિને થતા નુકસાન માટે તાત્કાલિક નક્કર પગલા ભરવાની અને ટકાઉ વિકાસનાં માર્ગ પર આગળ વધવાની જરૂર છે.” તેમણે કહ્યું કે, ‘યંગ ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ’ લોકોને આ દિશામાં પ્રેરણા આપવા અને આગળ વધારવાનું કામ કરી રહ્યું છે. યુએનઇપીનાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઇંગર એન્ડરસને કહ્યું કે, વાતાવરણ ફેરફાર, જૈવવિવિધતાને થયેલા નુકસાનનાં સાર્થક સમાધાન માટે યુવા અગ્રણી ભૂમિકા ભજવી રહ્યા છે. ‘ટેકાચાર’ ખેડૂતો પાસેથી ભૂસું, પરાલી અને નાળિયેરની છાલ લઇને તેને કોલસામાં ફેરવે છે અને ખેડૂતોને કચરો સળગાવવાનું બંધ કરવા પ્રેરે છે. વર્ષ 2018 માં તેની સ્થાપના પછીથી, મોહન અને કંપનીનાં સહ-સ્થાપક કેવિન કંગે 4500 ખેડૂતો સાથે મળીને કામ કર્યું છે અને 30,000 ટન કચરાનો નિકાલ કર્યો છે.

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, કડીના યુવક પર લૂંટના ઇરાદે કર્યો હુમલો

ગુજરાતી મૂળનાં NRI પરિવારને અમેરિકામાં નડ્યો અકસ્માત, બે જુવાન દિકારનાં મોત

હવે લગ્ન બાદ દગો આપનાર NRI ચેતી જજો, થઇ શકે છે મોટુ નુકસાન

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો