Shocking/ UAE માં દર્શકો જોઇ શકશે Adult ફિલ્મો, સરકારે આપી શરતી મંજૂરી

યુએઈમાં ફિલ્મોમાંથી પુખ્ત વયનાં દ્રશ્યો કાપી અથવા સંપાદિત કરવામાં આવતા હતા. યુએઈ હવે તાજેતરનાં વર્ષોમાં તેના નિયમોમાં સતત ફેરફાર કરી રહ્યું છે અને પરંપરાગત નિયમોનું પાલન કરતા પ્રદેશમાં પોતાને એક આધુનિક બળ બનાવી રહ્યું છે.

World
UAE એડલ્ટ ફિલ્મ

એક સમયે કટ્ટરપંથી ઇસ્લામિક દેશ સંયુક્ત અરબ અમીરાત અને સાઉદી અરેબિયા હવે ધીમે ધીમે ધાર્મિક કટ્ટરતામાંથી બહાર આવી રહ્યા છે અને દેશમાં એક સંસ્કારી સમાજનું નિર્માણ કરી રહ્યા છે, જ્યાં દરેક વર્ગ, દરેક ધર્મ માટે સ્વતંત્રતા છે અને આ કડીમાં હવે સંયુક્ત અરબ અમીરાતે ફિલ્મોમાંથી સેન્સરશીપ ખતમ કરવાની જાહેરાત કરી છે. રવિવારે UAE સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે દેશમાં હવે ફિલ્મો પર કોઈ સેન્સરશિપ રહેશે નહીં.

આ પણ વાંચો – મહારાષ્ટ્ર / વાંદરાઓ અને કૂતરા વચ્ચે ‘ગેંગ વોર’, અત્યાર સુધીમાં 80 ગલુડિયાઓના મોત, ગ્રામજનોમાં ભય

સંયુક્ત અરબ અમીરાતે રવિવારે જાહેરાત કરી હતી કે, તે હવે સિનેમેટિક રિલીઝને સેન્સર કરશે નહીં, એટલે કે 21 વર્ષથી વધુ ઉંમરનાં દેશનાં પ્રેક્ષકો કોઈપણ પ્રકારની ફિલ્મ જોઈ શકશે. સરકારે પુખ્ત વયનાં લોકો માટે ફિલ્મોનું રેટિંગ નક્કી કરવાની જાહેરાત કરી છે, જે UAE સરકાર દ્વારા લેવામાં આવેલું ખૂબ જ ઉદાર પગલું છે. એટલે કે, અત્યાર સુધી, યુએઈમાં ફિલ્મોમાંથી પુખ્ત વયનાં દ્રશ્યો કાપી અથવા સંપાદિત કરવામાં આવતા હતા. યુએઈ હવે તાજેતરનાં વર્ષોમાં તેના નિયમોમાં સતત ફેરફાર કરી રહ્યું છે અને પરંપરાગત નિયમોનું પાલન કરતા પ્રદેશમાં પોતાને એક આધુનિક બળ બનાવી રહ્યું છે. UAEની મીડિયા રેગ્યુલેટરી ઓથોરિટીએ ટ્વિટર પર કહ્યું કે તે તેની મોશન પિક્ચર સામગ્રી માટે 21+ વય મર્યાદા રેટિંગ સાથે આવી છે. જણાવી દઇએ કે, સાત અમીરાતનાં બનેલા યુનાઈટેડ અરબ અમીરાતને ગલ્ફ ક્ષેત્રનો સૌથી ઉદાર દેશ માનવામાં આવે છે, જ્યાં અત્યાર સુધી ફિલ્મોમાંથી પુખ્ત વયનાં દ્રશ્યો હટાવવામાં આવતા હતા અને ત્યાર બાદ જ તે ફિલ્મો દેશમાં રિલીઝ થઈ શકતી હતી, પરંતુ હવે સરકારે નિર્ણય લીધો છે કે ફિલ્મોમાંથી આવા દ્રશ્યો હટાવવામાં આવશે નહીં, હા, તેનું રેટિંગ નિશ્ચિત કરવામાં આવશે, જેમ કે ભારત સહિત અન્ય ઘણા લોકશાહી દેશોમાં છે. આ વર્ગીકરણ મુજબ, ફિલ્મોનું આંતરરાષ્ટ્રીય સંસ્કરણ થિયેટરોમાં બતાવવામાં આવશે, પરંતુ તેમાં પ્રેક્ષકોનાં પ્રવેશ માટે કડક વય વર્ગીકરણ નિયમો લાગુ કરવામાં આવશે, તેમ સત્તાધિકારીએ જણાવ્યું હતું. ગયા વર્ષે જ, UAE એ તેના સામાજિક ઉદારીકરણનાં પ્રયાસનાં ભાગરૂપે ઘણા કાયદાઓમાં ફેરફારો કર્યા હતા. તેમનો હેતુ તેમની પ્રગતિશીલ છબીને પ્રોત્સાહન આપવાનો હતો.

આ પણ વાંચો – બ્રાન્ડ એમ્બેસેડર / ક્રિકેટર ઋષભ પંત ઉત્તરાખંડનો બ્રાન્ડ એમ્બેસેડર,CMએ સોશિયલ મીડિયા પર આપી માહિતી..

જેમાં અપરિણીત યુગલો માટે સાથે રહેવા પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો. એટલું જ નહીં, દારૂનાં ઉપયોગ પરનાં નિયંત્રણો પણ હળવા કરવામાં આવ્યા હતા. આ સાથે લોકોને લાંબો સમય રોકાવાની પણ છૂટ આપવામાં આવી રહી છે. તે જ મહિનામાં, યુએઈએ જાહેરાત કરી કે શનિવાર, રવિવારને પશ્ચિમી દેશોની જેમ રજા આપવામાં આવશે. એક્સપર્ટ્સનું કહેવું છે કે યુએઈ ગલ્ફ દેશોમાં વધી રહેલી હરીફાઈને ધ્યાનમાં રાખીને આ છૂટ આપી રહ્યું છે જેથી તેની ધાર જળવાઈ રહે. 1 જાન્યુઆરી, 2022 થી, UAE મુસ્લિમ વિશ્વનો પહેલો દેશ હશે જ્યાં શુક્રવારનાં દિવસે શુક્રવારે રજા નહીં હોય. આપને જણાવી દઇએ કે, યુએઈની 10 મિલિયનની વસ્તીમાંથી 90% વિદેશી છે.