Not Set/ વિક્રમ સંવત 2076/ વાર્ષિક રાશિ ભવિષ્ય, જાણો કોને પ્રદાન થશે આર્થિક ઉન્નતી, આરોગ્ય અને સુખ…

મેષ (અ,લ,ઈ) સંતાન સુખ મળે, પરદેશથી સારા સમાચાર મળે, કુટુંબીજનો સાથે નાની નાની યાત્રા થાય, ધંધામાં લાભ મળશે, સટ્ટાકીય કાર્યોમાં કાળજી લેવી, શરીર થોડું વધશે, આરોગ્ય સુખાકારી જળવાશે, સ્થાનાંતરના યોગ પણ દર્શાવે છે… વૃષભ (બ,વ,ઉ) વર્ષારંભે શનિની પનોતી લોઢાના પાયે ચાલુ છે તા. 24-1-2020ના રોજ ઊતરી જશે, ગડગૂમડ કે થાઈરોડની બિમારીથી સાચવવું, ભાગ્યમાં વૃદ્ધિ થતી […]

Top Stories

મેષ (અ,લ,ઈ)

સંતાન સુખ મળે, પરદેશથી સારા સમાચાર મળે, કુટુંબીજનો સાથે નાની નાની યાત્રા થાય, ધંધામાં લાભ મળશે, સટ્ટાકીય કાર્યોમાં કાળજી લેવી, શરીર થોડું વધશે, આરોગ્ય સુખાકારી જળવાશે, સ્થાનાંતરના યોગ પણ દર્શાવે છે…

વૃષભ (બ,વ,ઉ)

વર્ષારંભે શનિની પનોતી લોઢાના પાયે ચાલુ છે તા. 24-1-2020ના રોજ ઊતરી જશે, ગડગૂમડ કે થાઈરોડની બિમારીથી સાચવવું, ભાગ્યમાં વૃદ્ધિ થતી જણાશે માટે કોઈપણ પરિસ્થિતિ કાબૂમાં જ રહેશે, પ્રવાસ કરતી વખતે સાવધાન રહેવું, કોઈ આપના મનને ભ્રમિત કરવાનો પ્રયત્ન કરે પણ ખોટા દોરવાઈ ન જવું, ઇષ્ટદેવની પૂજાઉપાસના કરવાથી રાહત જણાશે.

મિથુન ( ક,છ,ઘ)

થોડી ચિંતા જણાય, મન ચગડોળે ચઢે, તા. 5 નબેમ્બર પછી પરિસ્થિતિ સુધરશે, બાળકોનું ધ્યાન રાખજો, પ્રિયતમની કાળજી રાખજો, તા. 24-1-2020થી શનિની નાની પનોતી શરૂ થશે માટે આરોગ્ય સાચવજો, મોજશોખ થશે, સંતાનની પ્રગતિથી આપનું મન પ્રસન્ન રહેશે, હનુમનજીની આરાધના કરજો, બહુ ગભરાવાની જરૂર નથી.

કર્ક (ડ,હ)

ખોટા ખર્ચામાં ન ઊતરવાનું થાય તે જોજો, કામકાજમાં સફળતા મળશે, દેવું ઓછું કરવામાં મદદરૂપ રહેશે, ઘરે મહેમાનોની અવરજવર વધુ રહે, વડીલ જાતકોએ શ્વાસની બિમારીથી ચેતવું, પરદેશ જવાની શક્યતા દર્શાવે છે, નાણાંકીય લાભ મળશે, ખોટી ચિંતા કરતા નહીં, શિવજીની ઉપાસના કરજો મન શાંત રહેશે.

સિંહ (મ,ટ)

વર્ષનો પ્રારંભ શુભ રહેશે, દલાલીના કામકાજમાં સારો લાભ મળશે, ઘરે રહેવાનું વધુ બનશે, સંતાન સાથે સુમેળ રાખજો વાદ-વિવાદ થઈ શકે છે, ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે, જીવનસાથી થોડો વધુ ગુસ્સે થશે માટે તમે મૌન રાખજો, વર્ષાંતે વધુ સારા દિવસોનો અનુભવ થશે, તમે વધુ પૈસા કેમ મેળવાય તેવી વૃત્તિ કેળવશો…

કન્યા (પ,ઠ,ણ)

આપને રાહત મળતી જણાશે, નાણાંનું અને પરિવારનું આપ વધુ ધ્યાન રાખશો, પરદેશની મુસાફરી થઈ શકે છે, આવક એટલી જાવક થઈ જ જશે, અપમાનની પરિસ્થિતિ ઊભી ન થાય તે જોજો, વર્ષાંતે સ્થિતિ વધુ સારી થશે, દુઃખના દિવસો પૂરા થશે અને સુખના દિવસો વધુ મજબૂત બનશે, નોકરી કરતા જાતકોએ વધુ સાવધાની રાખવાની આવશ્યકતા છે બહાર ફરવાનું બને તેટલું ઓછું કરી દેજો… ઓમ્ નમો નારાયણ મંત્રજાપ કરજો..

તુલા (ર,ત)

સામાજિક, આર્થિક, રાજકીય પ્રગતિ જણાય છે, જીવનસાથી સાથે નિકટતા વધશે, ઉત્સાહમાં ઉમેરો થશે, મુસાફરીમાં છેતરાઈ ન જવાય તે ધ્યાન રાખવું, માલ-સામાન ચોરાઈ ન જાય તેનું ધ્યાન રાખવું, પ્રેમ સંબંધો ખીલી ઊઠે છે, હિતશત્રુઓથી સાવધાન રહેજો, મિત્રો કદાચ શત્રુ થઈ શકે છે, શરીરમાં પિત્ત-વાયુનું જોર વધી જાય.

વૃશ્ચિક (ન,ય)

થોડી નાણાંની ખેંચ વર્તાશે, બીજાની ખોટી ચર્ચામાં સમય વ્યતિત ન કરતા અને ફક્ત પોતાના તરફ લક્ષ્ય રાખજો, નોકરી મળવાની તક છે, અવિવાહિત માટે લગ્નની તક પણ આવશે, ઘરમાં નાનું મોટું ફર્નિચરનું કામ પણ થશે, આરોગ્યની સાવધાની અવશ્ય રાખજો

ધન (ભ,ધ,ફ,ઢ)

વર્ષારંભે આપને શનિની પનોતીનો બીજો તબક્કો છે માટે ચિંતા કરાવશે, સ્વભાવ થોડો ચિડીયો થઈ જશે, જેમ જેમ વર્ષ વીતતું જશે તેમ તેમ રાહત જણાશે, કુટુંબીજનો સાથે મોજમજા થશે, માતા-પિતાના સ્વાસ્થ્ય કથળી શકે છે, જીવનસાથીની તબિયતની કાળજી રાખજો, ઘર બદલવું હોય તો યોગ સારો છે

મકર (ખ,જ)

વર્ષ ફાયદાકારક છે, આરોગ્યની સાવધાની રાખજો, ખાસ કરીને પડવા વાગવાથી સાવધાની રાખવી પડશે, ચામડીની બિમારીથી સાવધાન રહેજો, ઘરમાં મોજમજાનું વાતાવરણ રહેશે, જીવનસાથી વધુ આનંદમાં રહેશે, પિતાની તબિયત ઉપર વધુ સાવધાની રાખવી પડે, ઘરમાં એકંદરે સુખ-શાંતિ રહેશે

કુંભ (ગ, સ, શ, ષ)

મગજમાં વા-વંટોળ પેદા કરે, માથાના દુઃખાવાથી સંભાળવું, યશ,માન,પ્રતિષ્ઠા મળતી જણાય છે, ભાષા ઉપર સંયમ રાખજો નહીંતર અપમાનજનક ભાષા બોલી બેસશો, જીવનસાથીના હાથે વધુ ખર્ચ થઈ શકે છે, મહાદેવજીની ઉપાસના કરજો અને હનુમાનજીની ઉપાસના કરજો

મિન (દ,ચ,ઝ,થ)

આપનાથી બીજા ગભરાશે, આરોગ્ય જળવાશે, નાણાંનું સુખ રહેશે, ડાયાબીટીસથી વિશેષ સાવધાની રાખવી પડશે, ચેપીરોગથી તમારે સાચવવાનું છે, હરિફ વર્ગ તેમજ આપની સાથે કામ કરતા વ્યક્તિઓ આપની આવકનો મનમાં હિસાબ રાખશે, કોઈ સારો ફાયદો પણ મળી જશે. કુલમળીને મિન રાશી માટે શુભ સમય છે.

ઈતિ શુભમ્