- અજણાયા શખ્શોનો મહિલા પર જીવલેણ હુમલો
- લૂંટનાંં ઇરાદે કરવમાં આવ્યો હુમલો
- લોખંડની એંગલ વડે જીવલેણ હુમલો કર્યો
- મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ દાખલ કરાઈ
- સીસીટીવી ફૂટેજ વાયરલ થયા
- સાવરકુંડલાનાં હાડીડા ગામે કાલે જ થઇ હતી મહિલાની હત્યા
- લૂંટનાં ઇરાદે ઘરમાં ઘૂૂસી કરાઇ હતી હત્યા
- સૌરાષ્ટ્રમાં ખુંખાર લૂંટારુ ગેંગ સક્રિય?
ભાવનગરના જમના કુંડ વિસ્તારમાં ત્રણ અજણ્યા શખ્સો મહિલા પર જીવલેણ હુમલો કર્યો હતો. જેનો સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. જેમાં અજાણ્યા શખ્સો દ્વારા મહિલાને પડખાનાં ભાગે છરી હુલાવી દેવામાં આવી હતી, તો સાથે સાથે પગનાં ભાગે લોખંડની એંગલ વડે ઘાતક જીવલેણ હુમલો કરવમાં આવ્યો હતો.
ત્રણ અજાણ્યા શખ્સો દ્વારા મહિતા પર હુમલો લૂંટનાં ઇરાદા સાથે કરવામાંં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવામાં આવી રહ્યું છે. હુમલામાં મહિલા ગંભીર રાતે ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મહિલાએ પોસીસ ફરીયાદ નોંધાવી છે. અને પોલીસ દ્વારા CCTV અને ભોગબનનાર મહિલા દ્વારા આપવામાં આવેલી વિગતોનાં આધારે તપાસનો ધમધમાત શરુ કરી દેવામાં આવ્યો છે.
જુઓ આ ક્રુરતા પૂર્વક કરવામાં આવેલા હુમલો
આપને જણાવી દઇએ કે ગઇ કાલે પણ અમરેલીનાં સાવરકુંડલા તાલુકાનાં હાડીડા ગામ ખાતે લૂૂંટારૂ દ્વારા એક મહિલાની લૂંટનાં ઇરાદે ઘરમાં ઘૂસી હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ લૂંટારૂઓ લૂંટ ચલાવી સફળતા પૂર્વક પલાયન થઇ ગયા હતા. પોલીસ દ્વારા આ મમાલે પણ તપાસ ચાલી રહી છે.
આપણ વાંચો : અમરેલી : સાવરકુંડલાનાં હાડીડા ગામે લૂંટ વિથ મર્ડર, વૃદ્ધાની કરાઇ કરપીણ હત્યા
સૌરાષ્ટ્ર અને ખાસ કરીને ભાવનગર-સાવરકુંડલા-અમરેલી, જે આમતો નજીકનાં વિસ્તારો કહી શકાય ત્યાં ઉપરા છાપરી બીજે દિવસે પણ લૂંટનાં ઇરાદે હુમલો કરવામાં આવતા, લોકોમાં પ્રશ્ન ઉદ્દભવી રહ્યો છે કે, શું, સૌરાષ્ટ્ર અને ખાસ કરીને ભાવનગર-અમરેલી વિસ્તારમાં કોઇ ખુંખાર લૂંટારૂ ગેંગ સક્રિય થઇ છે કે શું?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
