Not Set/ ભારતીય પ્રવાસી ઈન્ડોનેશિયાની હોટેલમાંથી વસ્તુઓ ચોરતા પકડાયા, વિડીયો થયો વાયરલ

ભારતીય પર્યટકોનો એક શરમજનક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે  હોટલના રૂમમાંથી સામાન ચોરી કરનારા ભારતીય પર્યટકો કઈ રીતે માફી માગી રહ્યા છે.2 મિનિટ 20 સેકન્ડનો આ વીડિયો ઈન્ડોનેશિયાના બાલીનો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે હોટલના કર્મચારી રિસોર્ટ બહાર ભારતીય પરિવારના બેગ્સને તપાસી રહ્યા છે. […]

Top Stories
aae4 3 ભારતીય પ્રવાસી ઈન્ડોનેશિયાની હોટેલમાંથી વસ્તુઓ ચોરતા પકડાયા, વિડીયો થયો વાયરલ

ભારતીય પર્યટકોનો એક શરમજનક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે  હોટલના રૂમમાંથી સામાન ચોરી કરનારા ભારતીય પર્યટકો કઈ રીતે માફી માગી રહ્યા છે.2 મિનિટ 20 સેકન્ડનો આ વીડિયો ઈન્ડોનેશિયાના બાલીનો છે.

વિડીયોમાં જોઈ શકાય છે કે હોટલના કર્મચારી રિસોર્ટ બહાર ભારતીય પરિવારના બેગ્સને તપાસી રહ્યા છે. પહેલા પરિવારે હોટલ સ્ટાફ સાથે જીભાજોડી કરી પરંતુ તેમ છતાં હોટલ સ્ટાફ તેમના સામાનની તપાસ કરતો રહ્યો અને ચોરી કરેલી બધી વસ્તુઓ શોધી શોધીને બહાર કાઢીને બતાવી.

મહત્વનું છે કે આ સામાનમાં ટુવાલ, ઈલેક્ટ્રોનિક અને સજાવટનો સામાન ઉપરાંત બીજી ઘણી વસ્તુઓ પણ હતી. વીડિયોમાં મહિલા એક વ્યક્તિને કહે છે, અમે માફી માગીએ છીએ. આ એક પારિવારિક ટૂર છે. અમે તમને પૈસા ચૂકવી આપી દઈએ. અમને જવા દો કારણ કે અમારે ફ્લાઈટ પકડવાની છે.

વીડિયોમાં અન્ય સુરક્ષાકર્મી પણ પરિવારના સમાનની તપાસ લેતા જોવા મળી રહ્યા છે. એક વ્યક્તિ એવું કહેતા પણ સંભળાય છે કે હું પૈસા ચૂકવી આપીશ. પરંતુ હોટલ કર્મચારીઓ પૈસા લેવાથી ઈનકાર કરી દે છે. તે કહે છે, હું જાણું છું કે તમારી પાસે પૈસા છે પરંતુ આ સન્માનજનક નથી.

આપને જણાવી દઈએ કે આ વિડીયો અને આ પરિવાર વિષે  મંતવ્ય ન્યુઝ પુષ્ટિ કરતું નથી.

https://twitter.com/TamilCineHub/status/1155176803431927808

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન