Not Set/ વાયરલ/ મંત્રો સાથો સાથ બોલીવૂડ સોંગ ગાઈને દુલ્હા-દુલ્હનને ફેરા ફરાવી રહ્યા છે પંડિત જી, જુઓ વિડીયો

તમે ઘણાં લગ્ન જોયા હશે કે જેમાં પંડિત સંપૂર્ણ વિધિ-વિધાન અને મંત્રોચ્ચાર સાથે લગ્ન કરાવે છે, પરંતુ શું તમે ક્યારેય એવા લગ્ન જોયા છે કે જેમાં પંડિત મંત્રોચ્ચાર સાથે બોલીવૂડ ગીતો ગાઈને દુલ્હા-દુલ્હનને ફેર ફેરવી રહ્યા છે! જી હા, આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ પંડિતને ‘મોર્ડન […]

Uncategorized

તમે ઘણાં લગ્ન જોયા હશે કે જેમાં પંડિત સંપૂર્ણ વિધિ-વિધાન અને મંત્રોચ્ચાર સાથે લગ્ન કરાવે છે, પરંતુ શું તમે ક્યારેય એવા લગ્ન જોયા છે કે જેમાં પંડિત મંત્રોચ્ચાર સાથે બોલીવૂડ ગીતો ગાઈને દુલ્હા-દુલ્હનને ફેર ફેરવી રહ્યા છે! જી હા, આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

લોકો આ પંડિતને ‘મોર્ડન પંડિત’ કહી રહ્યા છે, કારણ કે તેમના લગ્ન કરવાની રીત એકદમ અલગ છે. આ પંડિત મંત્રને બોલી નથી રહ્યા પરંતુ ગઈ રહ્યા છે અને સાથે સાથે બોલીવૂડ ગીતિ પણ ગઈ રહ્યા છે. સાથે સાથે તેઓ લોકોને મંત્રનો અર્થ પણ જણાવી રહ્યાં છે.

https://www.facebook.com/sanjeev.tyagi.96/videos/1674315999366123/

કેટલાક લોકો સોશિયલ  મીડિયા પર પંડિતજીની આ નવી શોધની મજા લઇ રહ્યા છે, જ્યારે કેટલાક લોકો કહે છે કે નવા પ્રયોગો કરવા યોગ્ય છે, પરંતુ સંસ્કૃતિને પ્રયોગશાળા બનાવવી યોગ્ય નથી.

બીજા એક યુઝરે લખ્યું કે ‘સાંભળવું અને જોવું સારું લાગે છે, પરંતુ શાસ્ત્રો અનુસાર તે કંઇ સારું નથી, કારણ કે મંત્રમાં ક્યાં શ્વાસ લેવો જોઈએ અને ક્યાં રોકાવું જોઈએ તેવો નિયમ છે, નહીં તો મંત્રનો અર્થ તે અર્થહીન બની જાય છે. ‘

લાખો લોકો આ વિડીયોને અત્યાર સુધી જોઈ ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.