વિશ્વ આખુ જ્યારે મંદી હોવાનો એકરાક કરી ચુક્યું છે, ભારત સરકાર દ્વારા પણ વારંવાર મંદી હોવાનો અને મંદી અને ગબડતા જતા ભારતીય અર્થતંત્રને સ્થિર કરવા અનેક પ્રયાસો કરાતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ખુદ વડાપ્રધાન અનેે નાણાંમંત્રી દ્વારા અનેક વખત ભરતીય અર્થતંત્રને ઘબકતું કરવાનાં પ્રયાસો કરવામાં આવ્યાના દાખલા છે ત્યારે ભારત સરકારનાં MoS રેલ્વે – એસ. અંગાડી દ્વારા ભારતીય અર્થવ્યવસ્થા મામલે એવું કઇક કહેવામાં આવ્યું છે જેને કારણે આ નિવેદન લોક ચર્ચાનો વિષય બન્યો છે.
અર્થવ્યવસ્થા પર સવાલ ઉઠાવવાતા મંત્રીજીએ એવું જણાવ્યું કે, એરપોર્ટ અને ટ્રેનો ભરેલી જ જોવામાં આવે છે, જો તમે કોઈ રેલ્વે સ્ટેશન પર જાઓ છો તો તમને ટિકિટ નથી મળતી, કોઈનાં લગ્ન અટકી ગચા નથી. સામાન્ય માણસો ખુશ છે, ફક્ત વડા પ્રધાનના નામને નુકસાન પહોંચાડવા માટે, વિપક્ષ આ (મંદી અને અર્થતંત્ર)નો મુદ્દો ઉભો કરી રહ્યું છે.
#WATCH MoS Railways, S Angadi on being questioned on state of Indian economy: Airports & trains are full, if you go to a railway station you don't get tickets, nobody's wedding got stopped. Common ppl are happy, just to damage PM's name, opposition is creating this issue. (15.11) pic.twitter.com/7jwuQa2OEr
— ANI (@ANI) November 15, 2019
આમ મંત્રીજી દ્વારા અર્થતંત્ર અને આર્થિક સ્થિતિને માપવાનાં નવા માપદંડ તરીકે મુસાફરી(રેલવે અને બસ સ્ટેશન પર મુસાફરોની સંખ્યા) અને લગ્ન (કેટલા પ્રમાણમાં થઇ રહ્યા છે, કોઇનાં નથી થઇ રહ્યા તેવી ફરિયાદ) આપવામાં આવ્યા છે. મંત્રીજી દ્નારા આમતો આ વિઘાન PM મોદીનું ઉપરાણું લઇને કહેવામાં આવ્યું હતું પણ ઉપરાણામાં એટલા ભારે માપદંડ આપી દેવામાં આવ્યા કે હવે મંત્રીજી શું જવાબ આપશે તે તેમને જ ખબર હશે કદાચ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
