મુંબઈનાં વાનખેડેમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ભારતીય ક્રિકેટ ટીમે વિરાટ કોહલીની કપ્તાનીમાં ટેસ્ટ ક્રિકેટનાં ઈતિહાસમાં રનનાં મામલે સૌથી મોટી જીત નોંધાવી છે. ટીમ ઈન્ડિયાએ બે મેચની ટેસ્ટ સીરીઝ 1-0થી જીતી લીધી અને આ સીરીઝ પણ કબજે કરી લીધી. કાનપુરમાં રમાયેલી આ સીરીઝની પ્રથમ મેચ ડ્રો રહી હતી, પરંતુ બીજી મેચ એટલે કે મુંબઈ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ મુલાકાતી ટીમ ન્યૂઝીલેન્ડને એક તરફી રીતે 372 રનનાં વિશાળ અંતરથી હરાવ્યું હતું. આ મેચ દરમિયાન ઘણા એવા પળ આવ્યા જ્યારે કોહલી ખૂબ મસ્તી કરતો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો – Funny video / Umpire એ એક અલગ જ અંદાજમાં આપ્યો વાઈડ બોલનો સિગ્નલ, જુઓ Video
વિરાટ કોહલીનાં નેતૃત્વમાં ભારતીય ટીમે સોમવારે જયંત યાદવની શાનદાર બોલિંગને કારણે ન્યૂઝીલેન્ડને માત્ર 167 રનમાં સમેટી લીધું અને ટેસ્ટ મેચ અને સીરીઝ જીતી લીધી. ભારતે પ્રથમ કલાકમાં જ કિવી ટીમની બાકીની પાંચ વિકેટ લઈને 372 રનની મોટી જીત નોંધાવી. આ મેચ દરમિયાન વિરાટ ખૂબ જ સારા મૂડમાં જોવા મળ્યો હતો, જ્યાં ક્યારેક તે ડ્રેસિંગ રૂમમાં કેમેરામેન સાથે મસ્તી કરતો જોવા મળ્યો હતો તો ક્યારેક તે દર્શકોની માંગ પર ડાન્સ કરતો પણ જોવા મળ્યો હતો. તેની સાથે જોડાયેલો એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે, જેમાં વિરાટ બોલિવૂડ ફિલ્મ ‘રામ લખન’નાં ‘વન ટુ કા ફોર’ ગીત પર ફિલ્ડિંગ કરતી વખતે ડાન્સ કરતો જોવા મળે છે. ખાસ વાત એ છે કે વિરાટ અહીં દર્શકોની માંગ પર આવું કરી રહ્યો છે. આ પહેલીવાર નથી જ્યારે વિરાટે મેદાન પર પોતાના ડાન્સ મૂવ્સથી દર્શકોનું મનોરંજન કર્યું હોય. આ પહેલા પણ વિરાટ ઘણી વખત મેદાન વચ્ચે ડાન્સ કરતો જોવા મળ્યો છે.
Crowd asks kohli to dance and he goes 1,2 ka 4…. 4,2 ka 1 ……#ViratKohli #INDvzNZ #INDvNZ pic.twitter.com/3xa0shq3gb
— Dhrumil Buch (@dhrumilbuch) December 5, 2021
આ પણ વાંચો – Interesting / શાકિબે અપાવી બાળપણની યાદ! વરસાદનાં પાણીથી ભરાયેલા કવર પર લગાવી છલાંગ
ન્યૂઝીલેન્ડ સામેની બે મેચની ટેસ્ટ સીરીઝ જીત્યા બાદ ભારતીય કેપ્ટનને હવે દક્ષિણ આફ્રિકા તરફથી આકરા પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. ભારત હવે ટૂંક સમયમાં દક્ષિણ આફ્રિકા જવા રવાના થવા જઈ રહ્યું છે, જ્યાં ટીમ પ્રોટીઝ ટીમ સામે ત્રણ મેચની ટેસ્ટ સીરીઝ રમશે. ભારત 26 ડિસેમ્બરથી બોક્સિંગ ડે ટેસ્ટથી દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ મેચ સેન્ચુરિયનનાં સુપરસ્પોર્ટ પાર્કમાં રમાશે. બન્ને ટીમો વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સીરીઝની બીજી ટેસ્ટ જોહાનિસબર્ગમાં 3 થી 7 જાન્યુઆરી 2022 દરમિયાન રમાશે અને ત્રીજી અને છેલ્લી ટેસ્ટ 11 થી 15 જાન્યુઆરી 2022 દરમિયાન કેપટાઉનનાં ન્યૂલેન્ડ્સ સ્ટેડિયમમાં રમાશે.
