ઇંગ્લેન્ડ અને સ્પેનની ટીમો શનિવારે ફિફા (U-17) વર્લ્ડ કપ ફાઇનલમાં રમવા માટે સામસામે ઉતરશે. શનિવારે કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમ ખાતે વિશ્વ ફૂટબોલના બે અનુભવીઓ પ્રથમ ટાઇટલ માટે મુકાબલો કરશે. આ વર્લ્ડ કપમાં આ સૌથી પહેલું ‘ઓલ યુરોપીયન’ ફાઇનલ છે. ઈંગ્લેન્ડ આની પેહલા ક્યારેય ક્વાર્ટર ફાઇનલ થી આગળ નથી પહોંચ્યું. તેની સામે અંડર -20 ની ટીમની સફળતાનું પુનરાવર્તન કરવા માટે આ એક મોટી તક છે, જેમણે વર્લ્ડ કપના ટાઈટલમાં પોતાનું નામ બનાવી લીધું છે.
તે જ સમયે સ્પેન ફાઇનલમાં અંતિમ ત્રણ વખત જીતવામાં સફળ રહ્યું છે. પરંતુ વિજયી બનવાની તક તેની પાસેથી ત્રણેય વખત દૂર રહી હતી. ચોથી વખત ફાઇનલમાં આવીને સ્પેન પોતાનું પ્રથમ ટાઇટલ મેળવવા માટે કોઈ કસર છોડવા માંગતું નથી. આ વર્ષના મે મહિનામાં યુઈએફએ (UEFA) અંડર -17 યુરોપિયન ચેમ્પિયનશિપમાં સ્પેને ઇંગ્લેન્ડને 4-1થી હરાવી દીધું હતું. ઈંગ્લેન્ડ એજ હારનો બદલો લેવા માટે પુરેપુરો પ્રયાસ કરશે. બંને ટીમોના વર્તમાન સ્વરૂપને જોતાં આ ટાઇટલ માટે નો મુકાબલો રોમાંચક બનશે એવી શક્યતા છે.
