Not Set/ ન તો KBC ન Bigg Boss, આ શોએ કર્યું ટીઆરપી (TRP) પર રાજ

બાર્ક(BARC)ના 41 માં સપ્તાહનું રેટિંગ આવી ગયું છે અને આ વખતે જબરદસ્ત ફેરફારો આ લિસ્ટમાં જોવા મળી રહ્યા છે. કેબીસીને પાછળ છોડીને આ લિસ્ટ પર સાસ-બહુના આ શોએ શાનદાર પ્રવેશ કર્યો છે. તે જ સમયે અર્બન રેટિંગ્સ માં જ્યાં કેબીસએ ટોપ કર્યું છે તો રૂરલ વિસ્તારના લોકોને ઝીટીવીનો એક જૂનો શૉ ખૂબ ગમી રહ્યો છે. રિયાલિટી […]

Entertainment

બાર્ક(BARC)ના 41 માં સપ્તાહનું રેટિંગ આવી ગયું છે અને આ વખતે જબરદસ્ત ફેરફારો આ લિસ્ટમાં જોવા મળી રહ્યા છે. કેબીસીને પાછળ છોડીને આ લિસ્ટ પર સાસ-બહુના આ શોએ શાનદાર પ્રવેશ કર્યો છે. તે જ સમયે અર્બન રેટિંગ્સ માં જ્યાં કેબીસએ ટોપ કર્યું છે તો રૂરલ વિસ્તારના લોકોને ઝીટીવીનો એક જૂનો શૉ ખૂબ ગમી રહ્યો છે. રિયાલિટી શો કેબીસી 9 આ વખતે લિસ્ટમાં નંબર પાંચની પોઝિશન પર છે. રિયાલિટી શો સારેગમપ લિટલ ચેમ્પ્સ જે ઝીટીવી પર પ્રસારિત કરવામાં આવી રહ્યો છે તે ફરી એકવાર બાર્ક લિસ્ટમાં પ્રવેશ કરવા માટે સફળ થયો છે. આ શો નંબર ચાર પર છે. 

ઝીટીવીનો શો ‘કુમકુમ ભાગ્ય’ આ લિસ્ટમાં નંબર બે ની પોઝિશન પર પહોંચી ગયો છે. રિયાલિટી શોને લીધે આ શો 4 અને 5 નંબર પર પાછળ ધકેલાયો હતો. ઘણા અઠવાડિયાથી ઝીટીવી પર પ્રસારિત થઈ રહેલા શૉ “કુંડલી ભાગ્ય” બાર્કના લિસ્ટમાં સૌથી ટોપ ની પોઝિશન પર આવી ગયો છે. સલમાન ખાનના રિયાલિટી શો બિગ બોસ 11 વિશે વાત કરીયે તો બાર્ક લિસ્ટમાં તેને શોધવું મુશ્કિલ થઇ ગયું છે.