Vadodara News/ VMCનો ખર્ચાળ અને કેન્દ્રની મેક ઇન ઇન્ડિયાની નીતિનો છેદ ઉડાડતો નિર્ણય !

વડોદરા મ્યુનિ. કોર્પોરેશન(VMC) ની આજે મળનારી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ છ વિદેશી સ્વીપિંગ મશીનો ખરીદવાનું એક કામ આવ્યું છે, જે અત્યંત ખર્ચાળ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતના સેવેલા સપનાને ઠેસ પહોંચાડનારું છે.

Mantavya Vishesh Trending

વડોદરા મ્યુનિ. કોર્પોરેશન(VMC) ની આજે મળનારી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ છ વિદેશી સ્વીપિંગ મશીનો ખરીદવાનું એક કામ આવ્યું છે, જે અત્યંત ખર્ચાળ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતના સેવેલા સપનાને ઠેસ પહોંચાડનારું છે. કેન્દ્ર સરકારે બહાર પાડેલા ઓર્ડર નંબર 2017 તા. 16-09-2020માં સ્પષ્ટ શબ્દોમાં આદેશ છે કે જે મશીનરીનું ભારતમાં ઉત્પાદન થતું હોય તે મશીનરી વિદેશથી ખરીદવી નહીં. જે કોઈ અધિકારી કે એન્જિનિયર આ ઓર્ડરની ઉપરવટ જઈને નિર્ણય કરશે તો તેનો જવાબ માંગવામાં આવશે.

ઉદ્યોગ ભવન, ન્યુ દિલ્હીથી 16 સપ્ટેમ્બર 2020માં બહાર પાડેલા ઓર્ડરની ઉપરવટ જઈને વડોદરા મ્યુનિ. કોર્પોરેશન મેઇડ-ઇન ઇટલીના છ સ્વીપિંગ મશીનો ખરીદવા જઈ રહ્યુ છે. કેન્દ્રના હુકમનો ભંગ થતો હોવાથી આ બાબતે કેન્દ્ર સમક્ષ રજૂઆત કરવા અને હાઇકોર્ટમાં પડકારવા એક સિનિયર એડવોકેટ તૈયારી કરી રહ્યા હોવાનું જાણવા મળે છે.
ઉડાઉ ખર્ચાના તફાવતની દ્રષ્ટિએ જોઈએ તો વડોદરા મ્યુનિ. સામે જ ભારતીય બનાવટના અન્ય 10 સ્વીપિંગ મશીનો ખરીદવાનું ટેન્ડર પડેલું જ છે. જે મશીનોના ભાવ અને ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સની રકમ જુઓ તો કરોડો રૂપિયાનો તફાવત સ્પષ્ટ રીતે નજરે પડે છે. ઇટલીના છ મશીનોનું બજેટ અંદાજે 53 કરોડ રૂપિયા છે. જેમાથી ઓ એન્ડ એમના 34.53 કરોડ રૂપિયા થવા જાય છે.

એક અંદાજ મુજબ એક શિફ્ટનો ખર્ચ અધધધ 36,000 રૂપિયા જેટલો થાય છે, જેની સામે ભારતીય બનાવટના 10 મશીનોનો કુલ ખર્ચ રૂ. 21 કરોડ જેટલો થાય છે. શિફ્ટનો ખર્ચ લગભગ રૂ. 9,385 પડે છે. કઈ હદની પોલંપોલ વડોદરા મ્યુનિ.માં ચાલે છે તેનો આ નમૂનો છે. ઓછામાં ઓછું ભાજપના આગેવાનોએ તો આ કામ અટકાવી રાખવું જોઈએ. તજજ્ઞોની સલાહ લેવી જોઈએ. અન્ય મ્યુનિ.ના અનુભવોનો અભ્યાસ કરવો જોઈએ. પ્રજાના ટેક્સના નાણાના વેડફાટના બદલે સાચી દિશામાં ઉપયોગ થવો જોઈએ. કેટલાક કોન્ટ્રાક્ટરો દેખાડા પૂરતું કામ કરી બિલો પાસ કરાવી લે છે, તેની સામે જીપીએસ જેવી અદ્યતન સુવિધાનો કડકાઈથી અમલ થવો જોઈએ.
બીજું વિદેશી બનાવટના મશીનો ત્યાંના સપાટ રોડ અને અલ્પ ધૂળ કચરાની માત્રાને ધ્યાનમાં રાખીને બનાવાયેલા હોય છે. ભાવનગરના એક મશીનનો વિડીયો વાઇરલ થયો છે, જેમા મશીન ફરી ગયા પછી પણ મોટાભાગે કચરો રોડ પર રહે છે, ઘણી વખત મશીન ફરે છે તેના બિલો બની જાય છે. આમ સ્વચ્છતાનો હેતુ પાર પડતો નથી, પડે છે તો મ્યુનિ.ની તિજોરીને ધક્કો. નાણાંનો બગાડ નરી આંખે દેખાય છે.

કેન્દ્રમાં ભાજપની સરકાર છે, રાજ્યમાં ભાજપની સરકાર છે. વડોદરા મ્યુનિ. કોર્પોરેશનમાં પણ ભાજપનું શાસન છે. આમ છતાં કેન્દ્રની સ્વદેશી, મેક ઇન ઇન્ડિયાની નીતિ અને તે અંગે થયેલા હુકમનો અનાદર કેમ થઈ રહ્યો છે, તે સમજાતું નથી. કેન્દ્રએ અને એમા પણ વડાપ્રધાનશ્રી તેમજ ગૃહમંત્રીશ્રીએ આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ. ઇટલીના મશીનો કરતાં વધુ સારા મશીનો દેશમાં બની રહ્યા છે ત્યારે આવો નિર્ણય કેમ? માત્ર કોન્ટ્રાક્ટરના લાભાર્થે કે પછી વહેંચણીના આધારે ?

એસો. એડિટર, પ્રફુલ્લ ત્રિવેદી


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર,5 ફેબ્રુઆરીએ યોજાશે ચૂંટણી 

આ પણ વાંચો:જામનગર શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખની ચૂંટણી માટે દાવેદારો તૈયાર

આ પણ વાંચો:PM મોદી આજે દિલ્હી વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકશે