Jamnagar News/ જામનગર શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખની ચૂંટણી માટે દાવેદારો તૈયાર

અને શહેર અને જિલ્લા ભાજપમાં રાજકીય ગરમાવો આવ્યો છે.

Top Stories Gujarat

Jamnagar News: જામનગર (Jamnagar) શહેર અને જિલ્લા ના ભાજપ ના નવા પ્રમુખ પદ માટેની ચૂંટણી યોજાવા જઈ રહી છે, અને પ્રદેશમાંથી ચૂંટણી અધિકારીઓની ટીમ આજે જામનગર આવી પહોંચી છે. બંને પદ માટેના દાવેદારો આજે ભાજપ કાર્યાલય પર પહોંચ્યા છે, અને શહેર અને જિલ્લા ભાજપમાં રાજકીય ગરમાવો આવ્યો છે.

જામનગર શહેર ભાજપના પ્રમુખ પદ માટે મુખ્ય ચૂંટણી નિરીક્ષક તરીકે કલસ્ટર ઇન્ચાર્જ બાબુભાઈ જેબલિયા, ઉપરાંત ડૉ જાનકી બેન આચાર્ય અને રાજુભાઈ ધારૈયા જ્યારે જામનગરના ગોપાલભાઈ સોરઠીયા અને મનીષભાઈ કટારીયા હાજર રહ્યા છે.

જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખ પદની ચૂંટણી માટે બાબુભાઇ ઝેબલીયા, એચ. એમ. પટેલ, નરેશ દેસાઈ, કે.બી. ગાગીયા, દિલીપસિંહ ચુડાસમા વગેરે હાજર રહ્યા છે. જિલ્લા પ્રમુખ માટે 20થી વધુ દાવેદારો દ્વારા ફોર્મ ઉપાડવામાં આવ્યા છે, અને જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે પોતાની દાવેદારી કરવા માટે ફોર્મ ભરી રહ્યા છે, અને નિરીક્ષકો સમક્ષ હાજર રહ્યા છે.

@સાગર સંઘાણી


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મહેસાણામાં વધુ એક શેરબજારનું ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું

આ પણ વાંચો:મોરબીમાં શેરબજારમાં રોકાણના નામે લાખોની ઠગાઈ

આ પણ વાંચો:શેરબજારમાં ખોટ જતાં CRPFના જવાને 8 વર્ષના બાળકનું અપહરણ કરી ખંડણી માંગી, મોઢા પર ટેપ મારી પેટીમાં પૂરી દેતાં મોત