વોડાફોન 15 જાન્યુઆરીથી તેની 3જી સેવાઓ બંધ કરશે. આ પરિવર્તનને કારણે કંપનીએ હાલના સિમને 4 જીમાં અપગ્રેડ કરવા માટે દિલ્હી સર્કલના ગ્રાહકોને અપડેટ કરવાનું શરૂ કર્યું છે.
આ પગલું કંપનીની ચાલી રહેલી સ્પેક્ટ્રમ રી-ફાર્મિગનો એક ભાગ છે, જે હેઠળ ઓપરેટર 4 જી સેવાઓ માટે તેના 3 જી સ્પેક્ટ્રમનો ઉપયોગ કરી રહ્યું છે. બેંગલુરુ અને મુંબઇમાં તેની શરૂઆત થઈ ચૂકી છે. દિલ્હીના વીઆઇ ગ્રાહકોએ તેમના નજીકના સ્ટોર્સની મુલાકાત લેવી પડશે અને હાલના સિમને 4 જીમાં અપગ્રેડ કરવું પડશે.
ગેજેટ્સ 360ના એક અહેવાલ મુજબ, વીએ આ ફેરફાર વિશે માહિતી આપવા માટે દિલ્હી સર્કલના ગ્રાહકોને એસએમએસ મોકલવાનું શરૂ કર્યું છે.
![]()
વીએ મોકલેલા મેસેજમાં કહેવામાં આવ્યું છે કે ગ્રાહકોએ 15 જાન્યુઆરી 2021 પહેલાં તેમનું જૂનું સિમ 4 જીમાં અપગ્રેડ કરવું પડશે, કારણ કે કંપની તેના નેટવર્કને ફક્ત 4 જીમાં અપગ્રેડ કરી રહી છે. મેસજમાં આગળ લખ્યું છે કે કોઈ દસ્તાવેજ આપ્યા વગર નિશુલ્ક સિમ અપગ્રેડ કરવા માટે તમારા નજીકના વી સ્ટોર પર જાઓ.
જૂના સિમમાં ડેટા સેવાઓ અપડેશ કરી શકશો નહીં. પહેલાથી 4જી સિમનો ઉપયોગ કરનારા ગ્રાહકો નવા ફેરફારોથી અસર કરશે નહીં.
વીઆઇ ગ્રાહકોને તેમના ફોન પર ડેટા અને વોઇસ સેવાઓ ચાલુ રાખવા માટે તેમના સિમને 4 જી પર અપગ્રેડ કરવા કહી રહ્યું છે. આ માટે, ગ્રાહકોને નજીકના વી સ્ટોર પર જવું પડશે.
