ભરૂચઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન જારી છે. ભરૂચમાં વાગરાના આલિયાબેટમાં 212 જેટલા મતદાતાઓ પ્રથમ વખત ચૂંટણીમાં ઘરઆંગણે મતદાન કરશે. પાણીથી ઘેરાયેલા આ ટાપુ પર પ્રથમ વખત શિપિંગ કન્ટેનરમાં વિશેષ મતદાન મથક ઊભું કરાયું છે. આ અગાઉ અહીં મતદારોએ મત આપવા માટે 82 કિલોમીટર દૂર જવું પડતું હતું.
આમ ગુજરાતમાં પણ પહેલી વખત જ શિપિંગ કન્ટેનરનો મતદાન મથક માટે ઉપયોગ થયો છે. પહેલી વખત જ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. ભરૂચના વાગરાના આલિયાબેટના 212 જેટલા મતદારોએ આ સગવડના લીધે પહેલી વખત ઘરઆંગણે મતદાન કર્યુ છે. આ રીતે ઘરઆંગણે મતદાન કરવા સામે તેમણે રાહતની લાગણી વ્યક્ત કરી હતી.
ચૂંટણીપંચે આ વખતે મતદારો સુધીની પહોંચ વિસ્તારવાના ભાગરૂપે લોકોની મતદાન માટેની સુખાકારીમાં વધારો કરવા માટે તથા લોકો પ્રતિકૂળતાના લીધે મતદાન ન કરે અથવા મતદાનથી દૂર ન રહે તે માટેનું અભિયાન આદર્યુ છે. આના ભાગરૂપે ભરૂચના આલિયાબેટના ટાપુ પર મતદાન મથક શિપિંગ કન્ટેનરમાં રાખવામાં આવ્યું છે. સ્વાભાવિક છે કે મતદાનમથક કામચલાઉ સ્થળ હોવાથી આ પ્રકારનું કન્ટેનર વિશેષ ઉપયોગી બને છે. કાયમી ધોરણે કોઈ સ્થળ બનાવવામાંથી પણ છૂટછાટ મળે છે.
આ પહેલા ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના આલિયાબેટના 212 મતદારોએ વિધાનસભા ચૂંટણીમાં ઘરઆંગણે જ મતદાન કર્યુ હતુ. તેઓનું કહેવું હતું કે તેઓએ મતદાન મથકે 82 કિ.મી. દૂર જવુ પડતુ હતુ. તેના માટે વિશેષ વ્યવસ્થા કરાતી હતી, પણ તેમનો દહાડો પડતો હતો. તેનાથી વિપરીત વર્તમાન સગવડના લીધે મતદાન માટે તેમણે આખો દિવસ નહી બગાડવો પડે.
ચૂંટણીપંચે જણાવ્યું છે કે તે આ જ રીતે મતદારોની સુખાકારીમાં વધારો થાય અને કોઈપણ રીતે વધારે અંતર કે બીજી તકલીફના લીધે મતદાર મતદાનથી વંચિત રહી ન જાય તેના પર ખાસ ધ્યાન આપવાનું છે.
આ પણ વાંચોઃ
Gujarat election 2022/જૂનાગઢમાં અનોખો પ્રયોગઃ મતદાન સાથે હેલ્થ અને એનિમન હેલ્થ ચેક-અપ ફ્રી
Gujarat Election/25,430 VVPAT પૈકી 69 VVPAT એટલે કે 0.3 ટકા VVPAT રિપ્લેસ કરાયા
