Telangana Assembley Election/ તેલંગણામાં મતદાન શરૂ, પ્રધાનમંત્રી મોદીએ મતદારોને મજબૂત કરવા મતદાન કરવા અપીલ કરી

તેલંગાણામાં પ્રથમ વખત વિકલાંગ મતદારો અને 80 વર્ષથી વધુ ઉંમરના મતદારોને ઘરે બેઠા મતદાન કરવાની સુવિધા પૂરી પાડવામાં આવશે. મતગણતરી 3 ડિસેમ્બરે થશે.

Top Stories India

આજે તેલંગણામાં વિધાનસભા ચૂંટણીને લઈને મતદાન શરૂ થઈ ગયુ છે. મતદારો આજે તેલંગણામાં 119 બેઠકો પર મતદાન કરશે. ગુરવારે સવારથી 7 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન કરી શકાશે. જ્યારે સંવેદનશીલ અને ડાબેરી ઉગ્રવાદ (LWE) પ્રભાવિત 13 મતવિસ્તારોમાં સમય મર્યાદા રાખતા સાંજે 4 વાગ્યા સુધી મતદાન થઈ શકશે. અધિકારીઓના જણાવ્યા મુજબ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી માટે 35,655 મતદાન મથકો પર 2,290 ઉમેદવારો મેદાનમાં છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાજ્યમાં 3.26 કરોડ પાત્ર મતદારો છે, જેમાં 1,63,13,268 પુરૂષ અને 1,63,02,261 મહિલા મતદારોનો સમાવેશ થાય છે. તેલંગણામાં ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) શાસકપક્ષમાં છે. શાસકપક્ષ (BRS)એ તમામ બેઠકો પર પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા છે. જ્યારે ભાજપ અભિનેતા પવન કલ્યાણની આગેવાની હેઠળ જનસેનાના ઉમેદવારો 111 સીટો પર અને બાકીની આઠ સીટો પર મેદાનમાં છે. કોંગ્રેસે તેના સહયોગી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (CPI)ને એક સીટ આપી છે અને પોતે 118 સીટો પર ચૂંટણી લડી રહી છે. અસદુદ્દીન ઓવૈસીની આગેવાની હેઠળની ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM) એ હૈદરાબાદ શહેરની નવ બેઠકો પર તેના ઉમેદવારો ઉભા રાખ્યા છે.

વિધાનસભા ચૂંટણીને લઈને આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને મતદાન કરીને લોકશાહીના તહેવારને મજબૂત કરવા મતદાન કરવા અપીલ કરી હતી.  મતદાન શરૂ થતાં પહેલાં મોદીએ ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું હતું કે, “હું તેલંગાણાના મારા ભાઈઓ અને બહેનોને રેકોર્ડ સંખ્યામાં મતદાન કરીને લોકશાહીના તહેવારને વધુ મજબૂત બનાવવાનું આહ્વાન કરું છું.” તેમણે મતદારોને આ લોકશાહી ઉત્સવમાં મોટી સંખ્યામાં ભાગ લેવાની અપીલ પણ કરી હતી.

ચૂંટણી પંચે 9 ઓક્ટોબરે ચૂંટણીની તારીખ જાહેર કરી ત્યારથી રાજ્યમાં આદર્શ આચારસંહિતા અમલમાં છે. તેલંગણામાં વિધાનસભા ચૂંટણીને લઈને ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. રાજ્યમાં મતદાન પ્રક્રિયા સુરક્ષારીતે પૂર્ણ કરવા 2.5 લાખથી વધુ કર્મચારીઓને ફરજ પર તૈનાત કરવામાં આવ્યા છે.

તેલંગણામાં આજે મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવ, તેમના પ્રધાન-પુત્ર કેટી રામા રાવ, કૉંગ્રેસના રાજ્ય એકમના પ્રમુખ એ રેવંત રેડ્ડી, પવન કલ્યાણ અને ભાજપના લોકસભા સભ્ય બંડી સંજય કુમાર જેવા દિગ્ગજ નેતાઓના ભાવિ EVMમાં કેદ થશે. તેલંગાણામાં પ્રથમ વખત વિકલાંગ મતદારો અને 80 વર્ષથી વધુ ઉંમરના મતદારોને ઘરે બેઠા મતદાન કરવાની સુવિધા પૂરી પાડવામાં આવશે. મતગણતરી 3 ડિસેમ્બરે થશે.