કચ્છ,
કચ્છનાં વોન્ટેડ આરોપી બુટલેગર શૈલેષ કોલીની એલસીબીએ ધરપકડ કરી છે. જ્યુબેલી સર્કલ પાસેથી શૈલેષ કોલીની ધરપકડ કરવામાં આવી.
એલસીબી કર્મીઓ પેટ્રોલીંગમાં હતા એ સમયે શૈલેષ કોલીની બાતમી મળી હતી. બાતમીના આધારે સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ.
ચેકિંગ દરમ્યાન શૈલેષ કોલીની ધરપકડ કરવામાં આવી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પૂર્વ અને કચ્છના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ શૈલેષ કોલી ફરાર થઇ ગયો હતો..ત્યાર બાદ તેને વોન્ટેડ જાહેર કરાયો હતો..
