વડોદરા/ બેંક ઓફ બરોડાની મુખ્ય બ્રાન્ચના લોકર રૂમમાં ભરાયા પાણી, ખાતેદારોને હાલાકી

વડોદરામાં વરસેલા ભારે વરસાદને પગલે રસ્તાઓ બેટમાં ફેરવાયા હતા. લોકોના ઘરોમાં પાણી ઘૂસતા ઘર વખરી પલણી ગઈ હતી. ત્યારે બેંકોમાં પણ પાણી ઘૂસી ગયા હતા.

Videos
બેંક ઓફ બરોડાની

વડોદરા શહેરમાં ભારે વરસાદને પગલે રસ્તાઓ પર તો પાણી ફરી વળ્યા હતા, ત્યારે શહેરના ચાર દરવાજા વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડાની મુખ્ય બ્રાન્ચના બેઝમેન્ટમાં બનાવેલા લોકર રૂમમાં પાણી ભરાઈ ગયા છે. જેથી લોકર ધારકોમાં ચિંતાનો વિષય બન્યો હતો. આ બેંકમાં દર વર્ષે લોકર રૂમમાં પાણી ભરાઇ જતા હોય છે. પરંતુ, બેંક સત્તાવાળાઓ દ્વારા લોકર રૂમમાં ભરાતા વરસાદી પાણી અંગે કોઇ ઉકેલ લાવવામાં આવતો નથી.

વડોદરામાં વરસેલા ભારે વરસાદને પગલે રસ્તાઓ બેટમાં ફેરવાયા હતા. લોકોના ઘરોમાં પાણી ઘૂસતા ઘર વખરી પલણી ગઈ હતી. ત્યારે બેંકોમાં પણ પાણી ઘૂસી ગયા હતા. ચાર દરવાજા વિસ્તારમાં બેંક ઓફ બરોડાની બ્રાન્ચ આવેલી છે. ભારે વરસાદને પગલે આ બેંકમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. પાણી બેંકમાં ઘૂસતા અધિકારીઓમાં ભારે ચિંતા જોવા મળી હતી. જો કે, પાણી લોકર રુમ સુધી પણ પહોંચ્યા હતા. જેના કારણે ખાતેદારો પોતાની મૂડી અને લોકરમાં મૂકેલી કિંમતી વસ્તુઓને જોવા માટે ઉમટી પડ્યા હતા.

આ પણ વાંચો:વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર ભારતે બનાવ્યો ખાસ રેકોર્ડ, અક્ષર પટેલ જોડાયો ખાસ ક્લબમાં

આ પણ વાંચો:દક્ષિણ આફ્રિકામાં ભરૂચના બે સાગા ભાઈઓ પર થયો હુમલો, એકનું મોત

આ પણ વાંચો:ક્રૂરતાની હદ વટાવી, 4 લોકશાહી સમર્થકોને ફાંસી; 50 વર્ષમાં પ્રથમ વખત