લેડી ‘ચાંદ નવાબ’ : ઈદના અવસર પર એક પાકિસ્તાની મહિલા રિપોર્ટર માયરા હાશ્મીનો એક છોકરાને થપ્પડ મારતો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો રિપોર્ટિંગ દરમિયાનનો છે, જેને પાકિસ્તાનની પ્રખ્યાત પત્રકાર નાયલા ઇનાયત સહિત ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે માયરા આરામથી રિપોર્ટિંગ કરી રહી છે પરંતુ આસપાસના દરેક લોકો તેને જોઈ રહ્યા છે. તે નિર્ભયતાથી તેનું કામ પૂરું કરે છે, પછી માઈક નીચે કરે છે અને કેમેરાની સામે આવતા છોકરાને થપ્પડ મારે છે.
So how was your day? pic.twitter.com/FqOxNNmlBc
— Naila Inayat (@nailainayat) July 11, 2022
લોકોએ કહ્યું- લેડી ‘ચાંદ નવાબ’
કેમેરા ચાલુ હોવાથી સમગ્ર ઘટના વીડિયોમાં કેદ થઈ ગઈ હતી. હવે લોકો તેને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે અને આ રીતે આસપાસની ભીડથી કંટાળીને પોતાની પ્રતિક્રિયા આપનાર રિપોર્ટરને પ્રખ્યાત પાકિસ્તાની પત્રકાર ચાંદ નવાબની લેડી વર્ઝન અને ચાંદ નવાબની પુત્રી કહેવામાં આવી રહી છે.
આ વીડિયો જોઈને કેટલાક લોકો હસી રહ્યા છે. પરંતુ કેટલાક એવા પણ છે જેઓ એવો સવાલ પણ કરી રહ્યા છે કે છોકરાને શા માટે થપ્પડ મારવામાં આવી, જો છોકરો પણ સામે રિપોર્ટરને થપ્પડ મ,રી હોત તો રિપોર્ટરનું સન્માન શું થાત.
કેટલીક મહિલાઓ એવી પણ છે જે રિપોર્ટરની તરફેણમાં અનુમાન લગાવી રહી છે કે છોકરાએ ગેરવર્તન કર્યું હશે, જેના કારણે રિપોર્ટર સહન કરી શકી નહીં. એ જ રીતે એક યુઝરે જણાવ્યું કે છોકરો ઘણા સમયથી માયરાને હેરાન કરી રહ્યો હતો. 2-3 વખત ના પાડવા છતાં પણ જ્યારે તે માન્યો નહીં ત્યારે આ ઘટના બની.
આપને જણાવી દઈએ કે રવિવારે આખી દુનિયામાં બકરી ઈદની ઉજવણી કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં આ વીડિયો પણ તે જ દિવસનો કહેવામાં આવી રહ્યો છે. ટ્વિટર પર શેર કરવામાં આવેલ આ વીડિયોને લાખો વ્યૂઝ મળી રહ્યા છે. આ દરમિયાન માયરાએ પણ તેને પોતાના એકાઉન્ટ પર શેર કરીને સ્પષ્ટતા કરી છે. ઉર્દૂમાં કરાયેલી ટ્વીટના ગુગલ ટ્રાન્સલેશન પરથી સમજાય છે કે માયરા એક પરિવારનો ઈન્ટરવ્યુ લઈ રહી હતી તે દરમિયાન આ છોકરો તે પરિવારને હેરાન કરી રહ્યો હતો, તેથી ફરી વખતે આ છોકરાએ આવું કર્યું તો તેનાથી સહન ન થયું.
આ પણ વાંચો:તેજ પ્રતાપનું મોટું નિવેદન – લાલુ પ્રસાદ યાદવને AIIMSમાં શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ કરવાથી અટકાવાયા…
આ પણ વાંચો: દ્રૌપદી મુર્મુનો ગુજરાત પ્રવાસ રદ, સામે આવ્યું આ મોટું કારણ
આ પણ વાંચો:સાણંદમાં ભારે વરસાદ : નિધરાડ ગામ બન્યું સંપર્ક વિહોણું
