Not Set/ અમારી પાસે સત્યની તાકત, ચીની સામ્યવાદીઓ પાસે બંદૂકની તાકત : દલાઈ લામા

બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામા મંગળવારે 14 દિવસનાં પ્રવાસ માટે ગયા પહોચીને ચીની સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યુ કે, અમારી પાસે સત્યની તાકત છે જ્યારે ચીની સામ્યવાદીઓ પાસે બંદૂકની તાકત છે. ભગવાન બુદ્ધને નમન કરવા બુધવારે સવારે મહાબોધિ મંદિરે પહોંચેલા દલાઈ લામાને જ્યારે પૂછવામાં આવ્યું કે, તેમનો ચીની સરકાર માટે શું સંદેશ છે, […]

Top Stories India
Dalai Lama અમારી પાસે સત્યની તાકત, ચીની સામ્યવાદીઓ પાસે બંદૂકની તાકત : દલાઈ લામા

બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામા મંગળવારે 14 દિવસનાં પ્રવાસ માટે ગયા પહોચીને ચીની સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યુ કે, અમારી પાસે સત્યની તાકત છે જ્યારે ચીની સામ્યવાદીઓ પાસે બંદૂકની તાકત છે.

ભગવાન બુદ્ધને નમન કરવા બુધવારે સવારે મહાબોધિ મંદિરે પહોંચેલા દલાઈ લામાને જ્યારે પૂછવામાં આવ્યું કે, તેમનો ચીની સરકાર માટે શું સંદેશ છે, ત્યારે તેમણે કહ્યું કે અમારી પાસે સત્યની તાકત છે ત્યારે ચીની સામ્યવાદીઓ પાસે બંદૂકની તાકત છે. તેમણે કહ્યું કે સત્યની તાકત બંદૂકોની તાકત કરતા ઘણી વધુ મજબૂત છે. દલાઈ લામાની બોધ ગયાની મુલાકાતને ધ્યાનમાં રાખીને મહાબોધિ મંદિર મેનેજમેન્ટ કમિટી દ્વારા ધર્મગુરુનાં મંદિર પ્રવેશદ્વાર પર રેડ કાર્પેટ નાખવામાં આવ્યો હતો. સુરક્ષા દૃષ્ટિકોણથી, ધાર્મિકગુરુ પરત આવે ત્યાં સુધી મંદિરમાં સામાન્ય ભક્તોનાં પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ ધર્મગુરુનાં મહાબોધિ મંદિરે દર્શન કરવાના કાર્યક્રમ માટે મોડી રાત્રે તેમના ટ્રાફિક માર્ગની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. ધર્મગુરુનાં આગમન પૂર્વે અમુક માર્ગ રોકી દેવામાં આવશે. વળી, જય પ્રકાશ પાર્કમાં સુરક્ષા દળની પૂરતી સંખ્યા તૈનાત કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.