Gujarat News : પહેલાગામ હુમલા પછી ગુજરાત પોલીસે ઘૂસણખોરો પર તવાઇ બોલાવી છે. આ માટે શુક્રવારની રાત્રે અમદાવાદ અને સુરતમાં મેગા સર્ચ-ઓપરેશન હાથ ધર્યું. આ બન્ને શહેરમાંથી રાતોરાત એક હજારથી વધારે ગેરકાયદે નાગરિકો પકડી પાડ્યા છે. મોટા ભાગના બાંગ્લાદેશીઓ પાસે બંગાળનાં ડોક્યુમેન્ટ્સ છે.
આ કાર્યવાહી બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતમાં રહેતા ગેરકાયદે નાગરિકોને સ્પષ્ટ ચેતવણી આપી છે. આ નાગરિકોને સરેન્ડર કરવા માટે 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે, નહીં તો પોલીસ ઘરમાં ઘૂસીઘૂસીને બહાર કાઢશે એવો હુંકાર કર્યો છે. એટલું જ નહીં, હર્ષ સંઘવીએ ગેરકાયદે નાગરિકોને આશરો આપનારાઓને પણ ચેતવણી આપી છે.
આ પણ વાંચો:હર્ષ સંઘવીએ પાકિસ્તાનીઓને ગુજરાત છોડવાની ડેડલાઇન આપી,જાણો ક્યારે છોડવું પડશે
આ પણ વાંચો:ગુજરાતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને વતન પરત ફરવું પડશે, સરકારે આપ્યા આદેશ
આ પણ વાંચો:પહલગામમાં આતંકવાદી હુમલા બાદ પીએમ મોદીએ અમિત શાહ સાથે કરી વાત,
