Not Set/ રત્ન ધારણ કરવાથી ગ્રહના દોષોનું નિવારણ થાય છે, જાણો કયો ગ્રહ કયા વાર અને સમયે, કંઈ આંગળીમાં પહેરવો જોઈએ…

. કામ ન બની રહ્યું હોય તો પુખરાજ, કાળી છાયા મંડરાઈ રહી હોય તો હીરો, ઝડપથી સફળતા જોઈએ તો નિલમ આ પ્રકારની સૂચનો મોટાભાગે જ્યોતિષીઓ આપતા હોય છે. એવું માનવામાં આવે છે કે રત્ન ધારણ કરવાથી લાગતા-વળગતા ગ્રહના દોષોનું નિવારણ થઈ જાય છે અને જીવનમાં ચાલી રહેલી પરેશાનીઓ સમાપ્ત થઈ જાય છે.

Religious Dharma & Bhakti
ratna રત્ન ધારણ કરવાથી ગ્રહના દોષોનું નિવારણ થાય છે, જાણો કયો ગ્રહ કયા વાર અને સમયે, કંઈ આંગળીમાં પહેરવો જોઈએ…

આ રત્નોને હીરા, મોતી, સ્ફટિક, મૂંગા, માણિક્ય, પુલક, મુક્તમણિ જેવા નામોથી ઓળખાય છે. બધા નંગ કે રત્નો સુખ, આનંદ, ઐશ્વર્ય આપનારા અને પીડાનાશક હોય છે. રત્નોનું જ્યોતિષશાસ્ત્રમાં ઘણું મહત્વ બતાવવામાં આવ્યું છે. કામ ન બની રહ્યું હોય તો પુખરાજ, કાળી છાયા મંડરાઈ રહી હોય તો હીરો, ઝડપથી સફળતા જોઈએ તો નિલમ આ પ્રકારની સૂચનો મોટાભાગે જ્યોતિષીઓ આપતા હોય છે. એવું માનવામાં આવે છે કે રત્ન ધારણ કરવાથી લાગતા-વળગતા ગ્રહના દોષોનું નિવારણ થઈ જાય છે અને જીવનમાં ચાલી રહેલી પરેશાનીઓ સમાપ્ત થઈ જાય છે. જાણો કયો ગ્રહ કયા વાર અને સમયે, કંઈ આંગળીમાં પહેરવો જોઈએ….

Buy Healing Ratna 30 Carat 10MM Round Brilliant Cut White American Diamond,  Cubic Zirconia (Zircon/Jarkan) Stone Loose CZ Stones (5 Pc) at Amazon.in

હીરો 

-જે લોકોને શુક્રની મહાદશા ચાલી રહી હોય તેમને હીરો ધારણ કરવો જોઈએ તેની માટે શુક્રવાર સૌથી સારો દિવસ છે. શુક્રવારે સવારે 10 વાગ્યાથી 12 વાગ્યાની વચ્ચે હીરો મધ્ય આંગળી અર્થાત્ મીડલ ફિંગરમાં પહેરવો જોઈએ.

Pre-unchanged colors change the ruby - अनहोनी से पूर्व रंग बदल लेता है  माणिक, जानें इसे पहनने के फायदे 1

માણેક

-જેમની કુંડળીમાં સૂર્યની મહાદશા ચાલી રહી હોય તેમને માણેક ધારણ કરવો જોઈએ. રવિવારના દિવસે સૂર્યોદય સમયે અનામિકા એટલે કે રિંગ ફિંગરમાં તાંબા કે સોનાની વીંટીમાં લોકેટ પહેરવો જોઈએ. તેનો રંગ ગાઢ લાલ સરખો હોય છે. આ સ્ટોનને અંગ્રેજીમાં રૂબી નામે પણ ઓળખવામાં આવે છે. તેને દુનિયામાં બધા રત્નોમાં સૌથી વધુ મૂલ્યવાન માનવામાં આવે છે. આ રત્ન નકારાત્મક ઊર્જાને સકારાત્મક ઊર્જામાં બદલી દે છે અને એવું કહેવાય છે કે જેની પાસે આ માણિક્ય હોય તે શાંત અને સંતુષ્ટ રહે છે.

Benefits Of Moti Ratna In Hindi - इस रत्न को पहनते ही होने लगते चमत्कार,  परेशानियां हो जाती है छूमंतर | Patrika News

મોતી

-મોતી એ લોકોને ધારણ કરવો જોઈએ જેમની કુંડળીમાં ચંદ્રની મહાદશા ચાલી રહી હોય. કુંડળીમાં ચંદ્રને શુભ બનાવવા માટે મોતી પહેરવો જોઈએ. એ ચંદ્રનો રત્ન છે. દરેક સોમવારે કનિષ્ઠા આંગળીમાં એટલે કે લિટલ ફિંગરમાં સાંજે 5થી 7 વાગ્યની વચ્ચે ચાંદીની વીંટી કે લોકેટમાં તે પહેરવો જોઈએ. મોતી શાંતિ પ્રદાન કરનારો માનવામાં આવે છે. તેનો રંગ ચમકદાર સફેદ હોય છે. આ રત્ન પ્રેમ વધારે છે. એટલા માટે તમે ઈચ્છો તો તેને એ વ્યક્તિને ઈનામમાં આપો જેની સાથે તમે આત્મીય સંબંધ બનાવવા માગો છો.

पन्ना पहनने से सर्प भय नहीं रहता... पढ़ें 18 और भी चौंकाने वाले राज

પન્ના

– જે લોકોની કુંડળીમાં બુધની મહાદશા ચાલી રહી હોય તેમને પન્ના ધારણ કરવો જોઈએ. પન્ના ધારણ કરવા માટે બુધ શ્રેષ્ઠ દિવસ છે. દિવસે 12 થી 2 વાગ્યાની વચ્ચે સૌથી નાની આંગળીમાં પન્ના ધારણ કરવો જોઈએ. બુધના શુભ પ્રભાવ માટે પન્ના સોનાની વીંટીમાં બુધવારના દિવસે પહેરવો જોઈએ. પન્નાને અંગ્રેજીમાં એમરલ્ડ કહે છે. તેને બુધ ગ્રહનો રત્ન પણ કહેવામાં આવે છે જે સમૃદ્ધિ વધારનારો છે. વિશેષ કરીને બૌદ્ધિક ક્ષેત્રોના લોકોને તેને પહેરવાની સલાહ આપવામાં આવે છે. જેવા કે તમે અધ્યાપન, મીડિયા, કલા, સાહિત્ય વગેરે વિદ્યાઓ સાથે જોડાયેલા હોય તો આ રત્ન તમારી પ્રગતિમાં મદદ કરી શકે છે.

Yellow Sapphire Stone: Jupiter Gemstone Pukhraj has many benefits, know  when, how and why to wear it - Yellow Sapphire: बृहस्पति के रत्न पुखराज के  कई हैं लाभ, जानिए इसे कब, कैसे

પુખરાજ

– પુખરાજ એ લોકોએ ધારણ કરવો જોઈએ જેમને ગુરુની મહાદશા ચાલી રહી હોય. તેની માટે ગુરુવાર શ્રેષ્ઠ દિવસ છે. ગુરુને પ્રસન્ન કરવા માટે ગુરુવારના દિવસે સવારે 10થી 12 વાગ્યાની વચ્ચે તેને સોનાની વીંટીમાં તર્જની આંગળી એટલે કે ઈન્ડેક્સ ફિંગરમાં પહેરવો જોઈએ. પીળા રંગના આ સુંદર રત્નને ટોપાઝ કહેવામાં આવે છે. પુખરાજ તમારી આંતરિક શક્તિઓને સંતુલિત કરવામાં તમારી મદદ કરે છે. તે યાદદાસ્તને પણ વધારે છે. પુખરાજ રત્નની એ ખાસિયત છે કે તેને ધારણ કરવાથી કોઈ જ સાઈડીફેક્ટ નથી થતું અને તેને ધારણ કરનારને કોઈને કોઈ રૂપમાં લાભ પહોંચાડે છે.

क्या है मूंगा रत्न और इसको धारण करने से होने वाले फायदे - National Coverage  Online News Network | नेशनल कवरेज

મૂંગા

– મંગળની મહાદશામાં મૂંગા ધારણ કરવો તે શ્રેષ્ઠ ઉપાય છે આ મંગળનો રત્ન છે. મંગળદેવના અશુભ પ્રભાવથી બચવા માટે તેને સાંજે 5થી 7 વાગ્યાને વચ્ચે અનામિકા એટલે કે રિંગ ફિંગરમાં તાંબા કે સોનાની વીંટી કે લોકેટ સાથે પહેરવો જોઈએ.

6.00 Ratti Blue Sapphire (Neelam/Nilam Stone) 100% Original Certified  Natural Ge at Rs 5950/piece | Blue Sapphire | ID: 20741910188

નીલમ

-જો કોઈ વ્યક્તિને શનિની મહાદશા ચાલી રહી હોય તો તેમને નીલમ ધારણ કરવો જોઈએ. તે શનિનો રત્ન છે. શનિદેવને પ્રસન્ન કરવા માટે મધ્યમાં આંગળીમાં એટલે કે મિડલ ફિંગરમાં ચાંદીની વીંટી કે લોકેટ સાથે તેને પહેરવો જોઈએ. શનિવારના દિવસે સાંજે 5થી 7 વાગ્યાની વચ્ચે પહેરીએ તો તેનાથી વિશેષ ફળ મળે છે. આ રત્ન મોંઘો હોય છે. ઈંગ્લિશમાં સેફાયર નામથી ઓળખવામાં આવતો આ રત્ન નીલી(વાદળી) ચમક ધરાવતો હોય છે. આ રત્નને દરેક કોઈ ધારણ નથી કરી શકતું. એવું માનવામાં આવે છે કે નીલમ રત્ન સાથે જ્યાં સુધી તમારા શરીરનું તાપમાન નથી મળતું ત્યાં સુધી તે તમને શુભ ફળ નથી આપી શકતો.

गोमेद अच्छा भी है और बुरा भी इसलिए पहनने से पहले जानिए जरूर ये बातें... |  Benefits & Procedure of wearing Onyx Gemstone or Gomed - Hindi Oneindia

રાહુ

– જે લોકોને રાહુ કે કેતુની મહાદશા ચાલી રહી હોય તેમને ગોમેદ ધારણ કરવો જોઈએ. તેની માટે શનિવાર શ્રેષ્ઠ દિવસ છે. શનિવારે સૂર્યાસ્ત પછી મીડલ ફિંગર કે મધ્યમા આંગળીમાં ગોમેદ ધારણ કરો. ગાઢ ભૂરા રંગના આ રત્નને હૈસોનાઈટ કહેવામાં આવે છે. તેનો રંગ મધની જેવો પણ હોય છે અને વધુ ગાઢ હોય તો પણ ઓછા પ્રકાશમાં પણ કાળો દેખાઈ દે છે.

ધ્યાન રાખવું કે કોઈપણ રત્ન ધારણ કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ જ્યોતિષનો પરામર્શ ચોક્કસ લો. ક્યારેક રત્નનો પ્રભાવ ખૂબ જ ઝડપથી થઈ જાય છે. કેટલીક પરિસ્થિતિઓમાં રત્ન વિપરિત પ્રભાવ પણ આપે છે. આથી જ્યોતિષની સલાહ વગર તેને ધારણ ન કરવા. તે સિવાય રત્ન ધારણ કરતા પહેલા કેટલીક સાવધાનીઓ રાખવી જોઈએ.