Not Set/ શું ખરેખર પ્રેમમાં પડવા થી વધે છે વજન? જાણો શું કહે છે અભ્યાસ

પ્રેમ એ એક સુંદર એહસાસ છે જેને ફક્ત મેહસૂસ કરી શકાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે પ્રેમ કરવા થી તમારું વજન વધી શકે છે? જી હા, આ અમે નહિ પરંતુ એક અભ્યાસ માં આ પુષ્ટિ મળી છે. ઑસ્ટ્રેલિયાની ‘સેન્ટ્રલ ક્વીન્સલેન્ડ યુનિવર્સિટી’ માં એક અભ્યાસ મુજબ, જ્યારે લોકો કોઈની સાથે સંબંધ બાંધે છે […]

Relationships

પ્રેમ એ એક સુંદર એહસાસ છે જેને ફક્ત મેહસૂસ કરી શકાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે પ્રેમ કરવા થી તમારું વજન વધી શકે છે? જી હા, આ અમે નહિ પરંતુ એક અભ્યાસ માં આ પુષ્ટિ મળી છે. ઑસ્ટ્રેલિયાની ‘સેન્ટ્રલ ક્વીન્સલેન્ડ યુનિવર્સિટી’ માં એક અભ્યાસ મુજબ, જ્યારે લોકો કોઈની સાથે સંબંધ બાંધે છે અથવા તેઓ કોઈને પ્રેમ કરે છે ત્યારે તેઓ નો વજન વધવાની શક્યતા વધુ હોય છે.

સંશોધકોએ આ અભ્યાસમાં 15,000 થી વધુ લોકો ને ઉમેર્યા હતા. અભ્યાસમાં શામિલ પુરુષો અને સ્ત્રીઓના બોડી માસ ઇન્ડેક્સ (BMI) ની સરખામણી કર્યા પછી, તેમણે પરિણામો જાહેર કર્યા. અભ્યાસમાં તમને જણાવી દહીએ, કે જુદી જુદી શૈલીના સિંગલ્સ અને કપલ બંને ને અભ્યાસમાં શામિલ કરવામાં આવ્યા હતા.

આ કારણથી વજનમાં વધારો થાય છે-

અભ્યાસ દરમિયાન સંશોધકોએ શોધી કાઢ્યું હતું કે પ્રેમ અને વજન નો એકબીજા સાથે ઊંડો સંબંધ છે. વાસ્તવમાં, જ્યારે લોકો કોઈની સાથે સંબંધ ધરાવે છે, કેટલાક સમય પછી, તેઓ તેમના પાર્ટનરને પ્રભાવિત કરવા માટે ની લાગણી ઓછી થઇ જતી હોય છે. પોતાના પર ધ્યાન ના દેવાના કારણે, લોકોનું વજન અજાણ્યામાં વધવાનું શરૂ કરે છે.

વજન વધવાનું  એક મુખ્ય કારણ એ પણ છે કે જે લોકો પ્રેમ માં હોય તેઓ જિમ જઈને એક્સરસાઈજ કરવાને બદલે પોતાનો મોટાભાગનો સમય પોતાના પાર્ટનર સાથે સમય ગાળવાનો પસંદ કરે છે. બદલતી જીવનશૈલી પણ વધતું વજન નું એક મુખ્ય કારણ છે.

ઘણીવાર લોકો પ્રેમ માં હોય ત્યારે ખુબજ ખુશ રહેતા હોય છે અને જો સંબંધ નવો હોય તો તો આ ખુશી ડબલ થઈ જાતી હોય છે. તમને જણાવ્યે કે જયારે તમે ખુશ હોય તો ત્યારે તમારા શરીર માં હેપ્પી હોર્મોન્સ ઓકસીટોસિન અને ડોપામાઈન નીકળતા હોય છે. આ હેપ્પી હોર્મોન્સ ના લીધે તમને ચોકલેટ, વાઇન અને વધુ કેલરી વાળી વસ્તુ ખાવાની ઈચ્છા થતી હોય છે, જે વજન વધારવા નું કામ કરતી હોય છે.