Not Set/ અજબ-ગજબ/ એક જ મંડપમાં વરરાજાએ કર્યા પત્નિ અને સાળી સાથે લગ્ન, જાણો કારણ

મધ્યપ્રદેશમાં આ દિવસોમાં એક લગ્ન ચર્ચામાં આવ્યા છે. અહીં એક દુલ્હાએ એક જ મંડપમાં બે છોકરીઓ સાથે લગ્ન કર્યા છે. આશ્ચર્યની વાત એ છે કે આ બંને છોકરીઓ બહેનો છે અને આ બંનેને આ લગ્નમાં કોઈ સમસ્યા નથી. લગ્નનાં આ દ્રશ્યને જોઈને દરેક આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ત્યારે આ લગ્નની સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા થઈ […]

India

મધ્યપ્રદેશમાં આ દિવસોમાં એક લગ્ન ચર્ચામાં આવ્યા છે. અહીં એક દુલ્હાએ એક જ મંડપમાં બે છોકરીઓ સાથે લગ્ન કર્યા છે. આશ્ચર્યની વાત એ છે કે આ બંને છોકરીઓ બહેનો છે અને આ બંનેને આ લગ્નમાં કોઈ સમસ્યા નથી. લગ્નનાં આ દ્રશ્યને જોઈને દરેક આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ત્યારે આ લગ્નની સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા થઈ રહી છે. આ મામલો મધ્યપ્રદેશનાં ભીંડ જિલ્લાનો છે.

ભીંડ જિલ્લાની મહિલા સરપંચ વિનીતાનાં પતિ દિલીપે મંડપમાં બે લગ્ન કર્યા છે. દિલીપે અગાઉ 9 વર્ષ પહેલા વિનિતા સાથે લગ્ન કર્યા હતા, અને હવે દિલીપે વિનીતાની બહેન સાથે લગ્ન કરી લીધાં છે. આશ્ચર્યની વાત એ છે કે દિલીપ અને વિનિતાને 3 બાળકો પણ છે અને આ બીજા લગ્નની પરવાનગી પણ દિલીપને વિનીતાએ જ આપી હતી. પરંતુ આવુ કરવા પાછળનું કારણ શું છે, ચાલો તમને જણાવીએ. દિલીપ કહે છે કે તેની પત્ની વિનિતાએ હા પાડી પછી જ તેના લગ્ન તેની બહેન રચના સાથે થયા છે. જયમાલ દરમિયાન વિનીતા અને રચના બંને દિલીપ સાથે સ્ટેજ પર હાજર હતા અને તે બંને નવવધૂ બનેલી હતી. દિલીપે પહેલા વિનીતા સાથે જયમાલ અને ત્યારબાદ રચના સાથે જયમાલ કર્યું. આ દરમિયાન ત્રણેય એક સાથે સ્ટેજ પર બેઠા હતા.

દિલીપે કહ્યું છે કે પહેલી પત્ની વિનીતાની તબિયત ખરાબ રહે છે અને તેના કારણે બાળકોની સંભાળ લેવામાં ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. આ કારણોસર, લગ્ન એકવાર ફરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ જ્યારે ઘરમાં બીજા લગ્નની વાત થઈ ત્યારે દિલીપે તેની પત્નીને કહ્યું કે તે રચનાને પસંદ કરે છે. આ પછી, વિનીતાની સંમતિ પછી જ આ લગ્ન થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.