બોલિવુડમાં તમે દોષીને ફાંસી આપતો સીન જરૂર જોયો હશે. જેમા જલ્લાદ ફાંસી પર ચઢનારનાં કાનમાં કઇક કહેતો હોય છે. તે શું કહે છે તમે ક્યારે જાણવાનો પ્રયાસ કર્યો છે? ફાંસી આપતાં પહેલા જલ્લાદ કેદીનાં કાનમાં જે કહેતો જોવા મળે છે તેવુ જ હકીકતમાં પણ જોવા મળે છે. હકીકતમાં ફાંસી માટે કેટલાંક નિયમો બનાવવામાં આવ્યાં છે જેમાં ફાંસીનો ફંદો, ફાંસી આપવાનો સમય, ફાંસીની પ્રક્રિયા વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. ભારતમાં જ્યારે કોઇ અપરાધીને ફાંસી આપવામાં આવે છે ત્યારે જલ્લાદ તેના કાનમાં કંઇક કહે છે તે પછી જ તેને ફાંસી આપવામાં આવી છે.
મનમાં સવાલ ઉભો થાય જે સ્વાભાવિક પણ છે કે આખરે જલ્લાદ કેદીનાં કાનમાં શું કહે છે. ચાલો તમને જણાવીએ. સૌપ્રથમ તો તમને જણાવી દઇએ કે ભારતમાં ફક્ત ૨ જ જલ્લાદ છે. તેમને સરકાર દ્વારા કેદીઓને ફાંસી આપવાની સેલરી પણ આપવામાં આવે છે. આપને જણાવી દઇએ કે, ફાંસી આપતા પહેલાં જલ્લાદ અપરાધીનાં કાનમાં માફી માંગે છે અને કહે છે કે, મને માફ કરી દે ભાઇ, હું મજબૂર છું. જો મરનાર વ્યક્તિ હિન્દુ હોય તો જલ્લાદ તેના કાનમાં રામ-રામ બોલે છે અને જો મરનાર વ્યક્તિ મુસ્લિમ હોય તો જલ્લાદ તેને આખરી સલામ કહે છે. સાથે જ જલ્લાદ તેને કહે છે કે હું સરકારનો ગુલામ છું તેથી હું ઇચ્છવા છતાં કઇ નથી કરી શકતો. આટલું કહીને તે ફાંસીનો ફંદો ખેંચી લે છે. આ કામ માટે મોટુ કાળજુ હોવું ખૂબ જરૂરી છે. સામાન્ય વ્યક્તિને ફાંસી આપવા માટે સરકાર જલ્લાદોને ૩૦૦૦ રૂપિયા આપે છે જ્યારે કોઇ આતંકવાદીને ફાંસી આપવા માટે આ રકમ વધારવામાં આવે છે.
ભારત દેશમાં ફાંસી આપવી સામાન્ય કહેવાતી નથી. જો કે કોઇ અન્ય દેશ માટે પણ આ સજા અતિગંભીર ગુનો હોય ત્યારે જ સંભળાવવામાં આવે છે. સામાન્ય રીતે આ સજા આતંકવાદીને સંભળાવવામાં આવે છે. પરંતુ જો કોઇ મોટો ગુનો કર્યો હોય તો જ તેને ફાંસીની સજા સંભળાવવામાં આવે છે. ભારતનાં બંધારણ અનુસાર જો કોઇ વ્યક્તિ કોઇની હત્યા કરે તો તેને સજા-એ મોત એટલે કે ફાંસી અથવા તો ઉંમર કેદની સજા આપવામાં આવે છે.
