Not Set/ એવું તો શું થયું કે આ સરકારને ઉંદરને પકડવા માટે ૪૦,૦૦૦ પીંજરા અને ૩૦૦ કિલો ઝેરની જરૂર પડી !

ટોક્યો જાપાનમાં તોયોસુ શહેરમાં દુનિયાનું પ્રસિદ્ધ માછલી બજાર આવતા મહીને બંધ થવાનું છે. આ બજાર બંધ થયા પછી ત્યાની સરકાર ઉંદરને પકડવા માટેની તૈયારી ચાલુ કરી દીધી છે. ૮૩ વર્ષ જુનું આ માછલી બજારમાં રોજના ૪૦ લાખ રૂપિયાનો ધંધો થાય છે. આ બજારમાં ૪૦૦ જાતના સમુદ્રીફૂડ મળે છે. આ બજારને પાંચ દિવસો માટે બીજી જગ્યાએ […]

World
rat032 એવું તો શું થયું કે આ સરકારને ઉંદરને પકડવા માટે ૪૦,૦૦૦ પીંજરા અને ૩૦૦ કિલો ઝેરની જરૂર પડી !

ટોક્યો

જાપાનમાં તોયોસુ શહેરમાં દુનિયાનું પ્રસિદ્ધ માછલી બજાર આવતા મહીને બંધ થવાનું છે. આ બજાર બંધ થયા પછી ત્યાની સરકાર ઉંદરને પકડવા માટેની તૈયારી ચાલુ કરી દીધી છે. ૮૩ વર્ષ જુનું આ માછલી બજારમાં રોજના ૪૦ લાખ રૂપિયાનો ધંધો થાય છે. આ બજારમાં ૪૦૦ જાતના સમુદ્રીફૂડ મળે છે.

Image result for world's biggest fish market in japan

આ બજારને પાંચ દિવસો માટે બીજી જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું છે  જેથી તેને નવું રૂપ આપી શકાય. પરંતુ બજાર બંધ થવાથી માછલીઓના વધેલા ટુકડા ખાવા માટે ઉંદરો આમ-તેમ ભાગશે. આજુબાજુની દુકાનો માટે આ એક ભય બની ગયો છે.

ટોક્યો સરકારના અધિકારીએ આ મામલે કહ્યું છે કે ૧૦ ઓક્ટોમ્બરે જયારે બજાર બંધ કરવામાં આવશે ત્યારે સાચા જંગની શરુઆત થશે. તો બીજી તરફ ઉંદરને રોકવા માટે ટોક્યોના બીજા અધિકારી ઉંદરનો રસ્તો બંધ કરવા માટેની મથામણ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે બજારને તોડ્યા પહેલા આ જગ્યા પર ૧૦ ફૂટ ઉંચી સ્ટીલની દીવાલ બનાવશે અને ત્યારબાદ ઉંદરને પકડવા માટેન પ્રયત્નોમાં લાગી જશે. માત્ર ઉંદરને પકડવા માટે તેઓ ૪૦,૦૦૦ પીંજરા લગાવશે અને સાથે જ આ ઉંદરને મારવા માટે ૩૦૦ કિલો ઝેરનો ઉપયોગ કરશે.