Not Set/ જો તમને જાણવા મળી જાય કે તમારું ક્યારે અને કેવી રીતે મૃત્યુ થશે તો…

તમે મુકદ્દર ના કેટલાય મોટા સિકંદર કેમ ન હોવ તો પણ તમારું મૃત્યુ એક દિવસ નિશ્ચિત છે. કેટલાક  મનોવૈજ્ઞાનિકો અનુસાર આ વાસ્તવિકતા ઘણીવાર કેટલાક લોકોના મનમાં કોરી ખાતી હોય છે. આ સત્ય હકીકત છે. આપણી રોજિંદી ક્રિયાઓ જેવી કે પૂજા પાઠ કરવા, શાકભાજી અને ફળ ખાવા, વાંચન કરવું, નવા નવા બિઝનેસ કરવા અને પરિવાર વધારવો […]

Lifestyle

તમે મુકદ્દર ના કેટલાય મોટા સિકંદર કેમ ન હોવ તો પણ તમારું મૃત્યુ એક દિવસ નિશ્ચિત છે. કેટલાક  મનોવૈજ્ઞાનિકો અનુસાર આ વાસ્તવિકતા ઘણીવાર કેટલાક લોકોના મનમાં કોરી ખાતી હોય છે. આ સત્ય હકીકત છે. આપણી રોજિંદી ક્રિયાઓ જેવી કે પૂજા પાઠ કરવા, શાકભાજી અને ફળ ખાવા, વાંચન કરવું, નવા નવા બિઝનેસ કરવા અને પરિવાર વધારવો વગેરે આ વાસ્તવિકતાઓનું ખંડન કરવાનો પ્રયાસ છે.

અમેરિકાની પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીના ડૉ ક્રિસ ફ્યુડટનર કહે છે કે, “આપણે પોતાની રોજિંદી જિંદગીમાં એટલા મશગુલ હોઈએ છીએ કે મૃત્યુ ની વાસ્તવિકતા ભૂલી જઇયે છીએ. જીવન ના પડકારો ને પાર કરવામાંજ આપણી મોટા ભાગની ઉર્જા ખર્ચ થઈ જાય છે. જો આ અનિશ્ચિતતા પુરી થઈ જાય કે આપણું મૃત્યુ ક્યારે, કેવી રીતે અને કઈ જગ્યાએ થશે તો શું થાય?

જો કે, આ અશક્ય છે. જો આપણે નિશ્ચિત દિવસ અને નિશ્ચિત મૃત્યુના સમયને જાણતા હોઈએ, તો કદાચ આપણે વધુ સારી રીતે કામ કરવા અથવા આપણા જીવનને નવો અર્થ આપવા માટે વધુ પ્રેરિત છીએ. આ માટે સૌ પ્રથમ આપણે મૃત્યુના મનોવિજ્ઞાનને સમજવું જોઈએ.

1980 માં દુનિયાના ઘણા દેશોમાં આ બાબત પર સંશોધન થયું કે મૃત્યુનો એહસાસ થતા લોકો ના વર્તન પર શું અસર થાય છે. તેની ચિંતા અને અગવડતા આપણા વ્યક્તિત્વને કેવી રીતે અસર કરે છે?  ન્યૂયોર્કના સ્કિડમોર કોલેજના મનોવિજ્ઞાન અધ્યાપક શેલ્ડન સોલોમન કહે છે, “આપણે પણ બીજા જીવની જેમ જ શ્વાસ લેવાવાળા, ખોરાક ખાવાવાળા અને મળત્યાગ કરવાવાળા જીવ છે જે કોઈ પણ સમયે મૃત્યુ પામી શકે છે.”

શેલ્ડન સોલોમન કહે છે કે માનવ જાતિ ટેરર મેનેજમેન્ટ સિદ્ધાંતથી ચાલે છે. આસપાસના પર્યાવરણ, વિચારસરણી, સંસ્કૃતિ દ્વારા પ્રભાવિત થવાથી તેમને મૃત્યુના ભયનો સામનો કરવો પડે છે. માનવ પોતાની જાતને સમજાવે છે કે તેમના જીવનનો અર્થ પણ છે. અન્યથા, મૃત્યુની લાગણી વ્યક્તિને જીવંત મારશે.

મૃત્યુની વાસ્તવિકતા આપણા વિચારને કેવી રીતે અસર કરે છે તે વિશે હજારો લોકોએ જણાવ્યું છે અને તેમના પરિણામો કહે છે કે જયારે મૃત્યુ ની સત્ય વાસ્તવિકતાનો એહસાસ થાય છે ત્યારે લોકો ડરીને જીવન ના મૂલ્યોનો સહારો લે છે જેમાં તે ઉછર્યા છે. જે લોકો આ વિચારસરણીને પડકારે છે તેઓ તેમની તરફ આક્રમક બની જાય છે.

મૃત્યુ શબ્દ કોમ્પ્યુટર સ્ક્રીન પર 42,8 મિલિસેકન્ડ પણ જોવા મળે અથવા કોઈની અંતિમયાત્રામાં મૃત્યુ પર લાંબી ચર્ચા થઈ જાય તો આ બંને કિસ્સા માં લોકો નું વર્તન આ કડવી વાસ્તવિકતાનો સામનો કરવામાં બદલાય જાય છે. જ્યારે પણ લોકોને મૃત્યુ થી પરિચિત કરવામાં આવે છે, ત્યારે તે એવા લોકોની નજીક જવાનો પ્રયત્ન કરે છે જે દેખાવમાં, ખાવા-પીવામાં તથા રહેવામાં તેના જેવાજ હોય. જેના વિચારો તેના જેવાજ હોય અને જે આસપાસ રહેતા હોય.