Not Set/ એક કે બે પેગ પીશો તો સ્વાસ્થ રહેશે સારૂ, સામે આવ્યું ચોંકાવનારૂ તારણ

કેલીફોર્નિયા, રોજના એક અથવા બે પેગ શરાબ પીનાર લોકો માટે સારા સમાચાર છે. અમેરિકામાં કરવામાં આવેલા નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે એક અથવા બે પેગથી ફેફસાના રોગને ઘટાડવામાં મદદ મળે છે .અમેરિકામાં નોન આલ્કોહોલિક ફેટી લિવર ડિસિઝ (એનએએલએફડી)થી ગ્રસ્ત લોકોની સંખ્યા ખૂબ વધારે છે. અમેરિકામાં એનએએલએફડી સૌથી સામાન્ય રોગ તરીકે છે. આનાથી અમેરિકન […]

Health & Fitness Lifestyle

કેલીફોર્નિયા,

રોજના એક અથવા બે પેગ શરાબ પીનાર લોકો માટે સારા સમાચાર છે. અમેરિકામાં કરવામાં આવેલા નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે એક અથવા બે પેગથી ફેફસાના રોગને ઘટાડવામાં મદદ મળે છે .અમેરિકામાં નોન આલ્કોહોલિક ફેટી લિવર ડિસિઝ (એનએએલએફડી)થી ગ્રસ્ત લોકોની સંખ્યા ખૂબ વધારે છે. અમેરિકામાં એનએએલએફડી સૌથી સામાન્ય રોગ તરીકે છે. આનાથી અમેરિકન પુખ્ત વયના લોકો પૈકી ત્રીજા પુખ્ત વયના વ્યક્તિને અસર થઈ રહી છે. આ રોગ માટેનું કારણ ચોક્કસપણે જાણી શકાયું નથી. અલબત્‌ સ્થુળતા અને ડાયાબિટીસ જોખમી પરીબળો છે.

એનએએલએફડીના લક્ષણ ધરાવતા મોટાભાગના દર્દીઓને હવે કેટલીક સલાહ આપવામાં આવી છે. આવા દર્દીઓને આવરી લઈને હાલમાં એક અભ્યાસની કામગીરી હાથ ધરવામાં આવી છે. આમા જણાવવામાં આવ્યું છે કે ઓછા પ્રમાણમાં શરાબ સેવન દર્દીના કાર્ડિઓવેસક્યુલર રોગના ખતરાને ઘટાડે છે.

કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં ક્લીનીકલ સંશોધકોએ કહ્યું છે કે અમે કરેલાં અભ્યાસ મુજબ ઓછા પ્રમાણમાં શરાબ પીનાર અથવા તો રોજના એક અથવા બે ડ્રીંક પીનારમાં ફાયદો થાય છે. શરાબ નહી પીનાર લોકોની સરખામણીમાં એક અથવા બે પેગ શરાબ કેટલાંક રોગને ઘટાડવામાં ચાવીરૂપ ભુમિકા ભજવે છે.

જનરલ ઓફ થેપાટોલોજીના અહેવાલમાં આ મુજબની વાત કરવામાં આવી છે. હજુ વધુ અભ્યાસ હાથ ધરવામાં આવી શકે છે. એક અથવા બે પેગ અને ઓછા શરાબના ઉપયોગથી રોગ કઈ રીતે ઘટે છે તેના કારણો અપાયા નથી. સામાન્ય રીતે તબીબો શરાબના ઉપયોગની સલાહ આપતા નથી. જેથી આ તારણ આશ્ચર્યજનક છે.