- શિવસેના સુપ્રિમો બાળઠાકરેએ ‘જલેબી ને ફાફડા ગુજરાતી આપડાં’ સૂત્ર શરૂ કર્યું તો મનસે નારાજ
- ઠાકરેએ ગુજરાતીમાં પોસ્ટરો શરૂ કર્યા તેનું કારણ મુંબઈ મહાપાલિકાની ચૂંટણી સિવાય બીજું કશું નથી
@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
રાજકારણીઓની ચાલ ઘણીવાર ન સમજાય તેવી અને અગમ્ય હોય છે તેવું ઘણા નિષ્ણાતો કહેતા હોય છે પરંતુ રાજકારણીઓની કોઈ ચાલ અકળ હોતી નથી, ચોક્કસ ગણિત સાતેની હોય છે. મુંબઈ અને મહારાષ્ટ્રમાં પણ દરેક રાજકીય પક્ષ પોતાના દાવ પોતાની સ્ટાઈલથી અને સંપૂર્ણ વિશિષ્ઠતા સાથે ખેલે છે. જ્યારે મુંબઈ સહિતના મહારાષ્ટ્રમાં કોરોનાનો ભરડો વ્યાપક બની રહ્યો છે તેવે સમયે ભલે કોવિદ-૧૯ની ગાઈડલાઈન પ્રમાણે પગલાં ભરાવા જ જાેએ અને આંશિક લોકડાઉન સહિતના એક પછી એક આકરા પગલાં ભરાઈ પણ રહ્યા છે તેવે સમયે ત્યાં જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર પાસેથી વિસ્ફોટકો સાથેની કાર મળે અને તેમાં એક જવાબદાર પોલીસ સચિન વાજેની સંડોવણી પણ નીકળે અને શાસક જાેડાણ મહારાષ્ટ્ર અઘાડીના મુખ્ય ઘટક શીવસેનાના નેતા સંજય રાઉત તેના બચાવમાં પણ નીકળી પડે આનાથી બીજી વિચિત્ર સ્થિતિ શું હોઈ શકે ? જ્યારે બીજી બાજુ હમણા શીવસેનાનાં સુપ્રિમો અને વર્ષો સુધી ભાજપ સાથે રહી હવે એન.સી.પી. અને કોંગ્રેસની સાથે રહીને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનવાના પોતાના શમણા પૂરા કરવાર ઉધ્ધવ ઠાકરેના ગુજરાતીઓ પ્રત્યેના પ્રેમ અને તેમના કાકાના દીકરા અને એક જમાનામાં જેનું નામ બાબાસાહેબ શીવ સૈનિકો રાખતા હતા અને આ ધારણા સફળ ન થતા શીવસેના સાથે છેડો ફાડી અલગ પક્ષ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) રચનાર રાજ ઠાકરેને પણ જાણે કે ગુજરાતીઓ પ્રત્યે પ્રેમ ઉભરાઈ ગયો હોય તેમ ગુજરાતીઓની પીઠ થાબડવાનું શરૂ કર્યું છે. આમ તો સારી વાત છે કે મોડે મોડે પણ ઠાકરે બંધુઓ ગુજરાત અને ગુજરાતીઓનું મહત્ત્વ સમજ્યા છે. જાે કે તેમની આ કાર્યવાહીનો અર્થ માત્ર બીજાે કાંઈ નહીં પરંતુ મુંબઈ સહિતના મહાનગરોની ચૂંટણી જ છે તે વાત સમજી શકાય તેવી છે.

અખબારી અહેવાલો પ્રમાણે મુંબઈના વિવિધ વિસ્તારોમાં રાજ ઠાકરેના પક્ષ મનસેના સદસ્યતા અભિયાન સહિતની રાજકીય બાબતો અંગેના પોસ્ટરો મુંબઈના ગુજરાતી વિસ્તારોમાં દેખાવો શરૂ થયા છે. આ જેવી તેવી વાત તો ન જ કહેવાય. મુંબઈમાં મલાડ, અંધેરી, કાંદીવલી, મુલુંડ, તાણે તમજ બૃહદ મુંબઈમાં કાલબાદેવી ભૂલેશ્વર દહીંસર, મીરારોડ, ઘાટકોપર સહિતના ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં ગુજરાતીઓની વસતિ ઘણી વધારે છે. એટલે આ વિસ્તારો પર મનસેએ ધ્યાન કેન્દ્રીત કર્યું છે અને ત્યાં ગુજરાતીઓને પોતાના તરફ આકર્ષવાનો ખેલ પણ શરૂ કરી દીધો છે. બહુ દૂરના સમયની નહિ પણ પાંચ-છ વર્ષ પહેલાની વાત કરીએ તો રાજ ઠાકરેના પક્ષ મનસેના કાર્યકરો દૂકાનો અને વિવિધ માર્ગો પર આવેલા ગુજરાતી ભાષાના બોર્ડ ઉતરાવતા હતા અને ત્યાં જ બળજબરીથી મરાઠી ભાષાના બોર્ડ લગાવવાની ફરજ પાડતા હતા. આ કાંઈ જેવી તેવી વાત તો નથી જ. હવે મહા ગુજરાત નવનિર્માણ સેનાએ ગુજરાતીઓ પ્રત્યેના પોતાના વલણમાં જે યુ-ટર્ન લીધો તે બાબત કોઈ અચાનક ઉપસ્થિતિ થઈ નથી. મુંબઈ થાણે કલ્યાણ સહિતની મહાનગરપાલિકાઓની એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતી મતદારોને પોતાના તરફ ખેંચવાની એક ચાલ છે તે વાત પણ ન ભૂલવી જાેઈએ. ગુજરાતી આગેવાનોને મન સે સાથે જાેડીને સંગઠનના મહત્ત્વના હોદ્દા આપવા સુધી આગળ વધે તો પણ કોઈનું આશ્ચર્ય નહિ થાય.

શીવસેના દ્વારા પણ થોડા સમય પહેલાં મુંબઈના ગુજરાતી વિસ્તારોમાં આવો જ એક કાર્યક્રમ નહિ પણ અનેક પ્રકારના કાર્યક્રમો યોજાઈ ગયા. જેમાંનો એક કાર્યક્રમ હતો ગુજરાતી વિસ્તારમાં કોઈ પણ બહાનું શોધી સમારંભોનું આયોજન કરવાનો. આ સમારોહોમાં શિવસેનાએ એક કાર્યક્રમ પણ યોજ્યો હતો તેમાં સૂત્ર સાથેના પોસ્ટરો ચોતરફ લગાવાયા હતાં, જેમાં લખ્યું હતું કે ‘જલેબી ને ફાફડા ગુજરાતી આપડા (આપણા)’ આ બાબતનો હેતું ગુજરાતી મતદારોને શીવસેના તરફ આકર્ષવાની યોજનાના ભાગરૂપે હતી. ૧૯૬૭-૧૯૬૮ની સાલમાં શીવસેના જ્યારે સ્વતંત્ર રીતે કોઈપણ સ્થળે સત્તાસ્થાને નહોતી ત્યારે તેના સંગઠનની તાકાત પર કાલબાદેવી ક્રારૂડ માર્ક સહિતના ગુજરાતી વિસ્તારોમાં ગુજરાતી વેપારીઓને રંજાડવાની કોઈ તક જતી કરી નહોતી. જાે કે બહાનું સાવ વાહિયાત આપ્યું હતું પરંતુ તેનું કારણ તે વખતે શીવસેના મરાઠી કાર્ડ રમતી હતી અને ‘આમચી બમ્બઈ’નો નારો ચાલતો હતો. આમ તો તેનો મુખ્ય લક્ષ્યાંક દક્ષિણ અને ઉત્તર ભારતમાંથી મુંબઈ આવેલા લોકો હતાં પણ સાથોસાથ ગુજરાતીઓને પણ જાેડી દીધા હતા.

જાેકે ૧૯૯૦ના દાયકા બાદ શિવસેનાએ ઘણા સ્થળે સત્તા ભોગવી ભાજપ સાથે સત્તાના ભાગીદાર બન્યા. પછી તો ઘણા ગુજરાતી નેતાઓ પણ શિવસેનામાં હોદ્દો ધરાવતા થઈ ગયા હતાં. આ કાંઈ જેવી તેવી વાત તો ન જ કહી શકાય. હવે જ્યારે મહારાષ્ટ્રના મહાનગરોમાં ઉપર જણાવી ગયા તે પ્રમાણે મહાપાલિકાની ચૂંટણી આવી રહી છે. અગાઉની ત્રણથી વધુ ચૂંટણીમાં તો ભાજપ સાથે હતો એટલે ગુજરાતી વિસ્તારોની બેઠક ભાજપના ફાળે આવતી હતી અને આ બેઠકો પૈકીની ઘણી બેઠક ભાજપ સરળતાપૂર્વક જીતતો પણ હતો. આજે પણ લોકસભા વિધાનસભા અને મુંબઈ કલ્યાણ મહાનગરપાલિકામાં ગુજરાતી પ્રતિનિધિઓ ભાજપની ટિકિટ પર જ ચૂંટાયેલા છે પરંતુ હવે જ્યારે મુખ્યમંત્રી પદ માટે શીવસેનાએ ભાજપ સાથેની વર્ષો જુની મિત્રતા તોડીને એનસીપી અને કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું છે ત્યારે આ વખતે મહાનગરોની ચૂંટણી તેને આ ગઠબંધન સાથે જ લડવી પડશે તે નક્કી છે. તેથી જે રીતે ઉત્તર ભારતીય અને દક્ષિણ ભારતીય આગેવાનોને સાથે લેવાનું શરૂ કર્યું છે. તે જ રીતે ગુજરાતી વિસ્તારોની અમૂક બેઠકો તો પોતાને મળે તેવી ગોઠવણ કરવા શીવસેનાએ આ દાવ ખેલ્યો છે અને મરાઠી ખાણીપીણીનું પ્રતિક ગણાતા વડાપાઉંની સાથે જલેબી અને ફાફડાની જયાફત અને સૂત્ર સાથે મરાઠી ગુજરાતી ભાઈ ભાઈનો નારો શરૂ કર્યો છે. મહારાષ્ટ્રની પુણે અકોલા સહિતના ઘણા સ્થળોએ ગુજરાતીઓની વ્યાપક વસતિ છે. મુંબઈનું અર્થતંત્ર તો ગુજરાતીઓના કારણે જ ટક્યું છે અને હવે પોતાનું શાસન ટકાવવા અને ભાજપના પ્રલાણિકાગત મતદારો મનાતા ગુજરાતીઓને પોતાની તરફ આકર્ષવા માટે એક નવો ઈમોશ્નલ દાવ ખેલ્યો છે તે વાત રાજકીય નીરિક્ષકો પણ સમજી ગયા છે અને ગુજરાતી મતદારો પણ સારી રીતે સમજી ગયા છે.
