કોરોના મહામારીમાં લોકો હવે સિનેમાઘરોને છોડી વેબ સીરીઝ તરફ વળ્યા છે. ખાસ કરીને લોકો Netflix ની વેબ સીરીઝ જોવુ વધુ પસંદ કરી રહ્યા છે. Money Heist જેવી તેની વેબ સીરીઝ દુનિયાભરમાં ખૂબ લોકપ્રિય થઇ છે. આ સીરીઝ બાદ હવે Netflix ની Squid Game વેબ સીરીઝ પણ લોકોને ખૂબ એન્ટરટેઇન કરી રહી છે. જો કે આ સીરીઝને લઇને એક શખ્સને મોતની સજા ફટકારવામાં આવી છે.

આ પણ વાંચો – વિવાદ / મનમાં આવે તે બોલવુ કંગનાને આ વખતે પડ્યું ભારે, દિલ્હી વિધાનસભાની પેનલે મોકલ્યુ સમન
આપને જણાવી દઇએ કે, Netflix ની લેટેસ્ટ વેબ સીરીઝ Squid Game ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે. દર્શકોએ તેને ખૂબ પસંદ કરી છે. દરમિયાન, ઉત્તર કોરિયામાં, એક વ્યક્તિને Squid Game ની નકલો વહેંચવા બદલ મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. એટલું જ નહીં આ કેસમાં સામેલ અન્ય દોષિતોને ગેરકાયદેસર રીતે શો જોવા બદલ આજીવન કેદ અને સખત કેદની સજા ફટકારવામાં આવી છે. જેમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. જણાવી દઇએ કે, ઉત્તર કોરિયાની ન્યૂઝ એજન્સી RFA ને ટાંકીને મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે આ આરોપી સ્મગલરે ચીનમાં શોની નકલ મેળવી હતી અને તેને ઉત્તર કોરિયા પરત લાવ્યો હતો. ત્યાં તેણે કથિત રીતે USB ફ્લેશ ડ્રાઇવ પર શો ની નકલો વેચી. પહેલા એક શાળાનાં વિદ્યાર્થીએ ગુપ્ત રીતે આ ડ્રાઈવ ખરીદી અને તેને એક મિત્ર સાથે જોઈ.

આ પણ વાંચો – Political / UP સરકારનાં શ્રમ મંત્રીએ મદરસાને આતંકીઓનો અડ્ડો ગણાવ્યો
રિપોર્ટમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે મિત્રએ આ જોયું તેણે બીજા ઘણા મિત્રોને પણ જણાવ્યું અને તેની સાથે તેણે ડ્રાઈવ શેર કરી. પછી અચાનક જ આ વાત બહાર આવી અને તમામને ખબર પડી અને બધા પકડાઈ ગયા. કોર્ટે નવા કાયદા હેઠળ આરોપીઓને સજા સંભળાવી છે. એટલું જ નહીં, આ ઘટનાની તપાસ કરી રહેલી સમિતિએ શાળાનાં આચાર્ય, તેના શિક્ષકને પણ બરતરફ કરી દીધા છે. કુલ 6 અન્ય લોકોને પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.
