Not Set/ એવું તે શું બન્યુ કે રણવીર સિંહ પર ભડકી ઉઠી અનુષ્કા શર્મા…???

બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા ઘણીવાર બેબાક નિવેદનો આપવા માટે જાણીતી છે, જેના કારણે તે હંમેશા હેડલાઇન્સમાં રહે છે. નવો કિસ્સો અભિનેતા રણવીર સિંહ સાથે જોડાયેલો છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે અભિનેતા રણવીર સિંહને બધાની સામે ઠપકો આપ્યો હતો, ત્યારબાદ મામલો ગંભીર બન્યો હતો. એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ […]

Uncategorized
Ranveer Singh Shake Hands W એવું તે શું બન્યુ કે રણવીર સિંહ પર ભડકી ઉઠી અનુષ્કા શર્મા...???

બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા ઘણીવાર બેબાક નિવેદનો આપવા માટે જાણીતી છે, જેના કારણે તે હંમેશા હેડલાઇન્સમાં રહે છે. નવો કિસ્સો અભિનેતા રણવીર સિંહ સાથે જોડાયેલો છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે અભિનેતા રણવીર સિંહને બધાની સામે ઠપકો આપ્યો હતો, ત્યારબાદ મામલો ગંભીર બન્યો હતો.

એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રણવીરસિંહે અનુષ્કા શર્મા સાથે મસ્તી કરવાનું વિચાર્યુ તો સામે તેને પ્રતિક્રિયા કડક મળી હતી. રણવીર સિંહ ઘણીવાર કોઈ પણ વિશે કંઇ પણ કોમેન્ટ કરવા માટે જાણીતો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એટલું જ નહીં, આ દરમિયાન રણવીર સિંહે અનુષ્કા શર્માની માફી પણ માંગવી પડી હતી. આપને જણાવી દઇએ કે, રણવીરસિંહે અનુષ્કા શર્મા સાથે પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. બંને પ્રથમ વખત બેન્ડ બાજા ઔર બારાતમાં મોટા પડદા પર જોવા મળ્યાં હતાં, જેમાં આ જોડીને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મ રણવીર સિંહની પહેલી ફિલ્મ હતી, જ્યારે અનુષ્કા શર્મા પણ ફિલ્મી કેરિયરમાં પોતાનું સ્થાન બનાવી રહી હતી.

બેન્ડ બાજા ઔર બારાતમાં બંને વચ્ચે ખૂબ તૂ-તૂ મે-મે જોવા મળી હતી, આ દરમિયાન બન્નેને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. હવે ફરી એકવાર, બંને વચ્ચે કંઈક એવું જ બન્યું છે, જેને જોઈને લોકોને આ ફિલ્મ યાદ આવી ગઇ, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.