Alert!/ બાળકો સૌથી વધુ સ્માર્ટફોનનો ઉપયોગ કયા કામ માટે કરે છે? જાણીને ચોંકી જશો

આજનાં બાળકો સ્માર્ટફોનનો સૌથી વધુ ઉપયોગ કરતા થયા છે. બાળકોને આઉટડોર ગેમ્સની જગ્યાએ હવે ઇનડોર ગેમ્સ અને તેમા પણ સ્માર્ટફોનમાં ગેમ રમવાની સૌથી વધુ પસંદ કરે છે. 

Tech & Auto

આજનાં બાળકો સ્માર્ટફોનનો સૌથી વધુ ઉપયોગ કરતા થયા છે. બાળકોને આઉટડોર ગેમ્સની જગ્યાએ હવે ઇનડોર ગેમ્સ અને તેમા પણ સ્માર્ટફોનમાં ગેમ રમવાની સૌથી વધુ પસંદ કરે છે.

આ પણ વાંચો – Interesting / કૂતરો કે બિલાડી નહી આ છોકરીએ પાળ્યો છે એક રીંછ, જુઓ ફોટો

બાળકોના હક માટે કાર્યરત સર્વોચ્ચ સંસ્થા, રાષ્ટ્રીય આયોગનાં સંરક્ષણનાં બાળ અધિકાર (એનસીપીસીઆર) એ એક અધ્યયનમાં એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જે મુજબ, 59.2 ટકા બાળકો ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન માટે તેમના સ્માર્ટફોન (મોબાઇલ) નો ઉપયોગ કરે છે. આ અભ્યાસ બતાવે છે કે માત્ર 10.1 ટકા બાળકો ઓનલાઇન શીખવા અને શિક્ષણ માટે સ્માર્ટફોનનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. બાળકો દ્વારા મોબાઇલ ફોન અને અન્ય ઇન્ટરનેટ સક્ષમ ઉપકરણોનાં ઉપયોગથી બાળકો પર શું અસર પડે છે તે જાણવા માટે હાથ ધરવામાં આવેલા અભ્યાસ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, 30.2% બાળકો પાસે પોતાનો અલગ સ્માર્ટફોન છે.

આ પણ વાંચો –OMG! / વરરાજા કન્યાને વરમાળા પહેરાવવા જઈ રહ્યો હતો, ત્યારે કન્યા રમવા લાગી કબડ્ડી…

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 8 થી 18 વર્ષની વય જૂથનાં 30.2 ટકા બાળકો પાસે પોતાનો અલગ સ્માર્ટફોન છે અને તેઓ તેનો ઉપયોગ તમામ હેતુઓ માટે ઉપયોગ કરે છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે, 10 વર્ષનાં 37.8 ટકા બાળકોની પાસે ફેસબુક એકાઉન્ટ છે અને 24.3 ટકા સમાન વયનાં બાળકો પાસે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે. 13 વર્ષથી વધુ ઉંમરનાં બાળકો પાસે અલગ-અલગ સ્માર્ટફોનની સંખ્યા ઝડપથી વધી રહી છે. જો કે, લેપટોપ અને ટેબ્લેટ્સનો ઉપયોગ કરતા બાળકોની સંખ્યા હજી ઓછી છે.

આ પણ વાંચો – Interesting / બગીચામાં ફરતી મહિલા પર 100 થી વધુ ઉંદરોએ કર્યો હુમલો, કોતરવા લાગ્યા પગ

અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે આ બતાવે છે કે માતા-પિતા તેમના બાળકોને લેપટોપને બદલે એક અલગ સ્માર્ટફોન આપવાનું પસંદ કરે છે. આ પરથી એ જાણી શકાય છે કે, આજનાં યુગનાં માતા-પિતા તેમના બાળકોને લેપટોપ અથવા ટેબ્લેટ કરતાં પહેલા સ્માર્ટફોન આપી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, આ સંશોધન અહેવાલ દેશભરનાં 6 રાજ્યોની 60 જેટલી શાળાઓએ આપેલી માહિતીનાં આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આમાં 3,491 શાળાઓમાં જતા બાળકો, 1,534 માતા-પિતા અને 786 શિક્ષકોએ ભાગ લીધો છે. તે બધા (પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ અને ઉત્તર-પૂર્વ પ્રદેશો) નો દેશવ્યાપી અભ્યાસ છે, જેમાં 15 સ્થાનો પસંદ કરવામાં આવ્યા છે. બાળકો રાત્રે સૂતા પહેલા ફોનનો ઉપયોગ કરે છે, જેના કારણે તેઓ પૂરતી ઉંઘ મેળવી શકતા નથી. ઉંઘનાં અભાવે બાળકો વધુ બેચેન અને થાકી રહ્યા છે. સ્માર્ટફોનને કારણે, તે બાળકોનાં શિક્ષણને પણ અસર કરવા માંડ્યું છે. વળી, આ સ્માર્ટફોનને કારણે, બાળકોમાં શારીરિક પ્રવૃત્તિ પણ ઓછી જોવા મળી રહી છે.