Whats app-policy/ WhatsApp 32 લોકોને ગ્રૂપ વૉઇસ કૉલમાં જોડાવા દેશે, મોટી ફાઇલો શેર કરી શકશે

વ્હોટ્સએપે ગુરુવારે જણાવ્યું હતું કે તે 32 જેટલા લોકોને ગ્રૂપ વૉઇસ કૉલ્સમાં એકસાથે જોડાવા અને બે ગીગાબાઇટ્સ સુધીની ફાઇલોને શેર કરવાની મંજૂરી આપશે.

Tech & Auto
વ્હોટ્સએપે ગુરુવારે જણાવ્યું હતું કે તે 32 જેટલા લોકોને ગ્રૂપ વૉઇસ કૉલ્સમાં એકસાથે જોડાવા અને બે ગીગાબાઇટ્સ સુધીની ફાઇલોને શેર કરવાની મંજૂરી આપશે.

વ્હોટ્સએપે ગુરુવારે જણાવ્યું હતું કે તે 32 જેટલા લોકોને ગ્રૂપ વૉઇસ કૉલ્સમાં એકસાથે જોડાવા અને બે ગીગાબાઇટ્સ સુધીની ફાઇલોને શેર કરવાની મંજૂરી આપશે. આ સિવાય વોટ્સએપે ઘણા વધુ ફીચર્સ આપવાનું પણ કહ્યું છે. હાલમાં મોબાઈલ એપનો ઉપયોગ કરીને ગ્રૂપ વોઈસ કોલમાં માત્ર આઠ જ લોકોને ઉમેરી શકાય છે અને યુઝર્સ વચ્ચે શેર કરવાની ફાઈલનું કદ એક જીબીથી વધુ ન હોવું જોઈએ.

વોટ્સએપ ચેટ ગ્રૂપ એડમિન્સને કોઈપણ સમયે મેસેજ ડિલીટ કરવાની મંજૂરી આપશે. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે દૂર કરવામાં આવેલી સામગ્રી જૂથના કોઈપણ સભ્યોને દેખાશે નહીં. મેટા પ્લેટફોર્મ્સના સીઈઓ માર્ક ઝકરબર્ગે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “અમે WhatsApp પરના ગ્રુપમાં નવા ફીચર્સ પણ ઉમેરી રહ્યા છીએ, જેમાં ફીડબેક, મોટી ફાઇલ શેરિંગ અને મોટા ગ્રુપ કૉલ્સનો સમાવેશ થાય છે.”

મહારાષ્ટ્ર/ એક રૂપિયો પ્રતિ લીટર પેટ્રોલઃ આ શહેરમાં પેટ્રોલ ખરીદવા લોકો તૂટી પડ્યા