Not Set/ મંદિરમાં તું ક્યાં છુપાયો શોધે બાળ અધીરા રે….

“મંદિરોમાં મૂર્તિ સ્વરૂપે બિરાજતો ઈશ્વર ખૂબ જ હોંશિયાર અને ચતુર છે. મંદિરોમાં ભક્તોની એટલી બધી ભીડ થવા લાગી કે ઈશ્વરને ફુરસદ મળતી ન હતી, માટે ઈશ્વર મંદિરમાંથી ગાયબ થઈ અને લોકોના હૃદયમાં

Dharma & Bhakti

ભાવિશ્વ : ભાવિની વસાણી

“મંદિરોમાં મૂર્તિ સ્વરૂપે બિરાજતો ઈશ્વર ખૂબ જ હોંશિયાર અને ચતુર છે. મંદિરોમાં ભક્તોની એટલી બધી ભીડ થવા લાગી કે ઈશ્વરને ફુરસદ મળતી ન હતી, માટે ઈશ્વર મંદિરમાંથી ગાયબ થઈ અને લોકોના હૃદયમાં છુપાઈ ગયો, ઈશ્વરને ખબર હતી કે માણસ બધે પહોંચી શકે છે પરંતુ પોતાના હૃદયની અંદર નહીં પહોંચી શકે….!” આવું કાલ્પનિક દ્રષ્ટાંત ઘણી બધી જગ્યાએ મેં વાંચ્યું છે, અને ક્યાંકને ક્યાંક આ યથાર્થ જ છે. વર્તમાન સંજોગો મુજબ મને આ પ્રાર્થના યાદ આવે છે. ખરા અર્થમાં જોઈએ તો સમગ્ર વિશ્વ એ જ ઈશ્વરનું મંદિર છે, પરંતુ આપણે તેનો અર્થ સીમિત કરી નાખ્યો છે. ત્યારે આ કાવ્યની પંક્તિઓ જોઈએ.જેનો ભાવ છે કે દરેક ક્ષણે ઈશ્વરના દર્શન થાય છે, ઈશ્વર માત્ર મંદિરની અંદર નથી. જોનારાને બધે જ ઈશ્વર દેખાય છે. હા, ઈશ્વરના વિશ્વ રૂપી મંદિરમાં કોઈ પૂજારી કે કોઈ દેવ નથી હોતા, ઉપરાંત તાળા મારવાની જરૂર પડતી નથી. આવા ઈશ્વર આપણા હૃદયમાં વાસ કરે છે ભક્તિ સ્વરૂપે, અને આપણે તેને શોધવા જઈએ છીએ મંદિરોમાં….!

મંદિર તારું વિશ્વ રૂપાળું,
સુંદર સર્જનહારા રે…. મંદિર
પળ-પળ તારાં દર્શન થાયે,
દેખે દેખણહારા રે…. મંદિર
નહિ પૂજારી નહિ કો દેવા
નહિ મંદિરને તાળાં રે…. મંદિર
નીલ ગગનમાં મહિમા ગાતા
ચાંદો સૂરજ તારા રે…. મંદિર
વર્ણન કરતા શોભા તારી
થાક્યા કવિગણ ધીરા રે… મંદિર
મંદિરમાં તું ક્યાંય છુપાયો
શોધે બાળ અધીરા રે…. મંદિર

કોરોનાની મહામારીના પગલે લોકડાઉનબાદના અનલોકના તબક્કામાં  દેશભરના મંદિરોમંદિરોને તાળા મારવાનો વારો આવી રહ્યો છે, તો ક્યાંક કેટલીક શરતોને આધીન અને નિયત સમયમર્યાદામાં ખુલી રહ્યા છે. આ સંજોગોમાં માણસે ભક્તિના જોશમાં સાથે હોંશ પણ રાખવાની જરૂર છે. કવિશ્રી નરસિંહરાવ દિવેટિયાએ વર્ષો અગાઉ તેમના જુવાન દીકરા અને અન્ય સ્વજનોને ગુમાવ્યા બાદ આર્દ્ર સ્વરમાં લખેલું કાવ્ય “મંગલ મંદિર ખોલો… દયામય મંગલ મંદિર ખોલો….” અત્યારે યાદ આવે છે, જે વર્તમાન પરિસ્થિતિને અનુરૂપ છે. અહીં કવિ ઈશ્વરને દયામયનું સંબોધન કરે છે. એટલે કે ઈશ્વરની કૃપાને ઇચ્છી રહ્યા છે. ઈશ્વરની કૃપા જોઈતી હોય તો મન બાળક જેવું નિર્મળ હોવું જોઈએ. વર્તમાન સંજોગોમાં જોઇએ તો માત્ર હાથ જ નહીં મનને પણ સેનેટાઈઝ કરવાની જરૂર છે. આપણી ઉંમર ગમે તેટલી હોય આપણે ઈશ્વરની પાસે નાના બાળક જ છીએ. માટે બાળક જેવા ભોળા બની અને ઈશ્વરની કૃપાની યાચના કરીશું તો ઈશ્વર જરૂર આપણું સાંભળશે. જેના શબ્દો કવિશ્રીના રચનામાં જોઈએ તો….

મંગલ મંદિર ખોલો,
દયામય ! મંગલ મંદિર ખોલો !
જીવન અતિ વેગે વટાવ્યું,
દ્વાર ઊભો શિશુ ભોળો;
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,
શિશુને ઉરમાં લ્યો લ્યો;…દયામય
નામ મધુર તમ રટ્યો નિરંતર !
શિશુ સહ પ્રેમે બોલો,
દિવ્ય તૃષાતુર આવ્યો બાળક,
પ્રેમ-અમીરસ ઢોળો… દયામય !

આ પ્રાર્થનાનો સમાવેશ આશ્રમ ભજનાવલીમાં કરવામાં આવ્યો હતો. ગાંધીજીને પણ આ ભજન પ્રિય હતું. ગાંધી આશ્રમમાં સવારે અને સાંજે પ્રાર્થનાનો નિત્યક્રમ હતો. જેમાં આ પ્રાર્થના પણ ગવાતી હતી. શાસ્ત્રો કહેતા આવ્યા છે કે ઇશ્વરની ઇચ્છા વિના પાંદડું પણ હલતું નથી. તો પછી ઈશ્વરની ઇચ્છા વિના તેમના મંદિરમાં પ્રવેશ કઈ રીતે શક્ય બને… ઈશ્વરના દરબારમાં પ્રવેશ કરવો હશે તો શુદ્ધ થવું પડશે. આજે લોકો તેમના ઈષ્ટદેવના દર્શન કરવા માટે મંદિરમાં પ્રવેશ કરશે. અગાઉ જેટલું આ દર્શન કરવું સરળ નહીં હોય. સામાજિક અંતર અને સ્વચ્છતાનું ધ્યાન રાખવું પડશે. આ સફાઈને માત્ર બાહ્ય નહિ સમજતા અંતરની શુદ્ધિ આવશ્યક છે તે સમજવું જરૂરી છે. આ માટે મને ખ્રિસ્તી ધર્મમાં ગવાતી પ્રાર્થના “મન મંદિર મેં આ મસિહા… મન મંદિરમેં આ… મુજે તું શુદ્ધ બના” યાદ આવે છે. જેનો ભાવ શુદ્ધિ તરફ છે. આ શુદ્ધિ એટલે બાહ્ય શુદ્ધિ નહિ, પરંતુ આંતરિક શુદ્ધિ, આ આંતરિક શુદ્ધિ ત્યારે જ શક્ય બને જ્યારે ખરા અર્થમાં શ્રદ્ધા, ભક્તિ, અનુરાગ અને સમર્પણ આપણા જીવનમાં વણાઈ જાય. ખ્રિસ્તી ધર્મમાં એટલે જ પ્રાર્થનાનું અનેરૂ મહત્વ છે. જ્યારે બધા જ દરવાજા બંધ થઇ જાય છે ત્યારે ઈશ્વરના દ્વાર આપણા માટે ઉઘડતા હોય છે, માટે આપણે ઈશ્વરની અત્યારે સૌથી નજીક છીએ તેમ માની અને પ્રાર્થના કરીશું તો ઈશ્વર ચોક્કસ સાંભળશે. મારી શાળામાં ગવાતી આ પ્રાર્થના મને ખૂબ જ પ્રિય હતી, માટે આજે પણ તેના શબ્દો મને યાદ છે. જે અહીં રજૂ કરું છું.

મન મંદિર મેં…. આ મસીહા…
મન મંદિર મેં આ….
મુજે તું શુદ્ધ બના… (૨)

જીવન ભરા પાપસે મેરા,
સુઝતા જીસકો નહીં કિનારા…

જગ અંધેરા અશુદ્ધ સારા,
જહા જાઉં પ્રભુ ઘોર અંધેરા…

કૌન દિખાયે માર્ગ મેરા,
તુહી મુજે અબ બતા…

તુંહી મુજે અબ બતા…
તુંહી મુજે અબ બચા…

મન મંદિર મેં….આ મસીહા…
મન મંદિર મેં આ…
મુજે તું શુદ્ધ બના…(૨)

અહીં હરિઓમ શરણના “મૈલી ચાદર ઓઢકે કૈસે દ્વાર તુમ્હારે આઉં…. મન મૈલા તન કો ધોયે…” ભજનની ફોટોકોપી મૂકું છું, જેનો ભાવ પણ એકમાત્ર આત્મશુદ્ધિ જ છે. બહારથી ગમે તેટલી સફાઇ કરશો અને સેનેટાઇઝ થશો, પરંતુ જ્યાં સુધી તમારા અંતરમાં કોઈ પ્રત્યે રાગ, દ્વેષ, ઈર્ષા હશે અને બીજાને નીચા દેખાડવાની કે ટાટીયાખેંચની વૃત્તિ ધરાવતા હશો, તો ઈશ્વર તમારાથી જોજનો દૂર છે એમ માની લેવું, એટલે કે ઈશ્વરના મંદિરના દ્વાર ખુલ્લા હોય કે ન હોય આપણું હૃદય નિર્મળ હોવું જોઈએ. હૃદય નિર્મળ હશે તો ઈશ્વરનો તેમાં વાસ અચૂક રહેશે અને મંદિરે જવાની જરૂર નહીં પડે. હરિઓમ શરણના મધુર સ્વરમાં ગાયેલી પ્રાર્થના આજે પણ કાનમાં ગુંજે છે, જે પણ મને અતિ પ્રિય છે.

मैली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आऊँ,
हे पावन परमेश्वर मेरे,मन ही मन शरमाऊँ ।
मैली चादर ओढ़ के कैसे…

तूने मुझको जग में भेजा निर्मल देकर काया,
आकर के संसार में मैंने इसको दाग लगाया ।
जनम जनम की मैली चादर,कैसे दाग छुड़ाऊं,
मैली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आऊँ ॥

निर्मल वाणी पाकर तुझसे नाम ना तेरा गाया,
नैन मूँदकर हे परमेश्वर कभी ना तुझको ध्याया ।
मन-वीणा की तारे टूटी,अब क्या राग सुनाऊँ,
मैली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आऊँ ॥

इन पैरों से चलकर तेरे मंदिर कभी ना आया,
जहाँ जहाँ हो पूजा तेरी,कभी ना शीश झुकाया ।
हे हरिहर मई हार के आया,अब क्या हार चढाउँ,
मैली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आऊँ ॥