Not Set/ WHO થી અલગ થયુ અમેરિકા, રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત

શુક્રવારે કોરોના રોગચાળાથી સૌથી વધુ પ્રભાવિત અમેરિકાએ વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) સાથે તેના સંબંધો ખતમ કરવાની જાહેરાત કરી. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાંથી પીછેહઠની ઘોષણા કરતાં રોગચાળાને લઈને ચીન પર ફરી એકવાર હુમલો કર્યો હતો. ટ્રમ્પે કહ્યું કે, સંગઠન તેના ઉદ્દેશો પૂરા કરવામાં અને તેમા સુધાર કરવામાં નિષ્ફળ ગયું છે. તેમણે સંગઠન પર […]

World

શુક્રવારે કોરોના રોગચાળાથી સૌથી વધુ પ્રભાવિત અમેરિકાએ વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) સાથે તેના સંબંધો ખતમ કરવાની જાહેરાત કરી. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાંથી પીછેહઠની ઘોષણા કરતાં રોગચાળાને લઈને ચીન પર ફરી એકવાર હુમલો કર્યો હતો. ટ્રમ્પે કહ્યું કે, સંગઠન તેના ઉદ્દેશો પૂરા કરવામાં અને તેમા સુધાર કરવામાં નિષ્ફળ ગયું છે. તેમણે સંગઠન પર ચીનનાં નિયંત્રણની વાત કરી હતી.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ચીન WHO ને એક વર્ષમાં 4 મિલિયન ડોલર આપ્યા બાદ પણ પોતાના નિયંત્રણમાં રાખે છે, જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સ એક વર્ષમાં WHO ને આશરે 450 મિલિયન ડોલર આપે છે. WHO દ્વારા સુધારા અંગે કરવામાં આવેલી ભલામણનો અમલ કરવામાં આવ્યો ન હતો, તેથી અમેરિકા WHO સાથેનાં તેના સંબંધોને તોડી રહ્યુ છે.

ચીન પર સખ્તાઇ લેતા રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે, વર્ષોથી ચીની સરકાર આપણા ઔદ્યોગિક રહસ્યોની ચોરી કરવાની જાસૂસી કરતુ રહ્યુ છે. આજે હું મારા દેશનાં મહત્વપૂર્ણ યુનિવર્સિટી સંશોધનને વધુ સારી રીતે સુરક્ષિત કરવા માટે એક ઘોષણા જાહેર કરીશ. જે સંભવિત વિદેશી જોખમોને જોતા ચીનનાં નાગરિકોનાં પ્રવેશને અટકાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.