સિરીઝમાં એક એકની બરોબરી બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલથી સિડની ખાતે ત્રીજી ટેસ્ટ મેચ રમાશે. ભારતે પોતાની પ્લેઇંગ ઇલેવન જાહેર કરતા નવદીપ સૈની અને રોહિત શર્માને ટીમમાં સ્થાન આપ્યું છે. તો મયંક અગ્રવાલને ઓપનિંગ બેટ્સમેન તરીકે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી.
સિડનીનો શહેનશાહ કોણ ?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ
પ્રોટોકોલમાં ફસાયેલા 5માંથી ચાર ખેલાડીને સ્થાન
રોહિત શર્માની વાપસી તો નવદીપ સૈની કરશે ડેબ્યુ
આઉટ ફોર્મ મયંક અગ્રવાલને ટીમમાં સ્થાન નહીં
ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે 4 ટેસ્ટ સિરીઝની ત્રીજી ટેસ્ટ માટે પોતાની પ્લેઇંગ-11 જાહેર કરી છે. પ્રોટોકોલ વિવાદમાં ફસાયેલા 5માંથી 4 ખેલાડીને ટીમમાં જગ્યા મળી ગઈ છે. 7 જાન્યુઆરીથી સિડની ખાતે શરૂ થનારી મેચ માટે ટીમ ઇન્ડિયાએ બે ફેરફાર કર્યા છે. રોહિત શર્માની ટીમમાં વાપસી થઈ છે, જ્યારે ફાસ્ટ બોલર નવદીપ સૈની ડેબ્યુ કરશે. રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટમાં શુભમન ગિલ સાથે ઓપનિંગ કરશે. મયંક અગ્રવાલને ટીમમાંથી ડ્રોપ કરવામાં આવ્યો છે, જ્યારે નવદીપ સૈની ઇજાગ્રસ્ત ઉમેશ યાદવને રિપ્લેસ કરશે.
સ્પિનની જવાબદારી અશ્વિન-જાડેજાના શીરે
ઓલરાઉન્ડર તરીકે જાડેજાએ ટીમમાં સ્થાન જાળવ્યું
નટરાજનને ન મળ્યું સ્થાન, સૈનીએ મારી બાજી
સ્પિન બોલીંગની જવાબદારી આ સીરીઝમાં શાનદાર ફોર્મમાં રહેલા આર અશ્વિનના ખભે છે. રવિન્દ્ર જાડેજાએ પહેલી ટેસ્ટમાં 57 રનની ઇનિંગ ઓલરાઉન્ડર તરીકે રમીને ટીમમાં પોતાનુ સ્થાન નિશ્વિત કરી લીધું. ત્રીજી ટેસ્ટમાં નટરાજનના ડેબ્યૂને લઇને ઘણી ચર્ચાઓ થઇ રહી હતી. એવા ક્યાસ લગાવવામાં આવી રહ્યાં હતાં કે સૈનીના બદલે ટી નટરાજનને ડેબ્યૂનો મોકો મળશે. પરંતુ એવુ ન બન્યુ અને નટરાજનને હજુ ટેસ્ટ ક્રિકેટ રમવા માટે વધુ રાહ જોવી પડશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
