Pune: ભારત અને ન્યુઝીલેન્ડ (India Vs NewZealand) વચ્ચે ત્રણ મેચોની શ્રેણીની બીજી ટેસ્ટ મેચ 24 ઓક્ટોબરથી પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (MCA) સ્ટેડિયમમાં રમાશે. આ ટેસ્ટ મેચ પહેલા ટીમ ઈન્ડિયા માટે એક સારા સમાચાર એ છે કે શુભમન ગિલ ફિટ છે અને પુણેમાં પ્લેઈંગ ઈલેવનમાં તેની વાપસી લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.
હવે જો ગિલ (Gill) પ્લેઈંગ ઈલેવનમાં પાછો આવે છે તો પ્લેઈંગ ઈલેવનમાં સરફરાઝ ખાન અથવા કેએલ રાહુલમાંથી કોઈ એક માટે જગ્યા છે. કેએલ રાહુલ શ્રેણીની પ્રથમ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં નિષ્ફળ રહ્યો હતો, જ્યારે સરફરાઝે બીજી ઇનિંગમાં 150 રન બનાવ્યા હતા. હવે આ બેમાંથી કોને પસંદ કરવામાં આવશે અને કોને પડતો મુકવામાં આવશે તે તો ટોસ પછી જ ખબર પડશે, પરંતુ અમે તમને જણાવીશું કે આ બંનેમાંથી કોની પસંદગી થવી જોઈએ અને આંકડા શું કહે છે.
સરફરાઝે (Sarafaraz) ભારત માટે અત્યાર સુધી માત્ર ચાર ટેસ્ટ મેચ રમી છે જ્યારે કેએલ રાહુલે 53 ટેસ્ટ મેચ રમી છે. અનુભવની વાત કરીએ તો કેએલ આ મામલે સરફરાઝ કરતા ઘણો આગળ છે.ચાલો બંનેના એકંદર ટેસ્ટ રેકોર્ડ પર એક નજર કરીએ.
સરફરાઝે ચાર ટેસ્ટ મેચની સાત ઇનિંગ્સમાં 58.33ની એવરેજથી 350 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને ત્રણ અડધી સદીનો સમાવેશ થાય છે. અહીં બીજી ખાસ વાત સરફરાઝની સ્ટ્રાઈક રેટ છે. 27 વર્ષના સરફરાઝે 77.77ની સ્ટ્રાઈક રેટથી આ રન બનાવ્યા છે. હવે વાત કરીએ કેએલ રાહુલના ટેસ્ટ રેકોર્ડની. રાહુલે 53 ટેસ્ટની 91 ઇનિંગ્સમાં 33.87ની એવરેજથી કુલ 2981 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ માત્ર 53.07 છે. આ સિવાય રાહુલે કુલ આઠ સદી અને 15 અડધી સદી ફટકારી છે, પરંતુ આ આઠ સદીઓમાંથી ભારતમાં માત્ર એક જ સદી બની છે અને તે પણ 2016માં.
સરફરાઝે અત્યાર સુધીની તમામ ટેસ્ટ મેચો માત્ર ભારતીય ધરતી પર જ રમી છે, પરંતુ જો ભારતીય પીચો પર કેએલ રાહુલના ટેસ્ટના આંકડા જોઈએ તો એવું લાગે છે કે સરફરાઝ પુણે ટેસ્ટમાં પ્લેઈંગ ઈલેવનમાં રમવો જોઈએ. કેએલ રાહુલે ભારતમાં 20 ટેસ્ટ મેચોની 32 ઇનિંગ્સમાં 39.62ની એવરેજથી 1149 રન બનાવ્યા છે. જેમાં એક સદી અને 10 અડધી સદી સામેલ છે. જો ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ ઘરેલુ ટેસ્ટમાં રાહુલના આંકડાની વાત કરીએ તો તેણે બે ટેસ્ટ મેચની ચાર ઇનિંગ્સમાં 20.50ની એવરેજથી કુલ 82 રન બનાવ્યા છે. હવે આ આંકડાઓ પછી, તમે પોતે જ નક્કી કરો કે સરફરાઝ કે કેએલ રાહુલને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવા જોઈએ.
આ પણ વાંચો: પૃથ્વી શૉ અચાનક ટીમમાંથી બહાર થઈ ગયો, તો શું તેણે સ્થૂળતાને કારણે પોતાનું સ્થાન ગુમાવ્યું?
આ પણ વાંચો: ન્યૂઝીલેન્ડની ચેમ્પિયન મહિલા પ્લેયર અમેલિયા કેર
આ પણ વાંચો: ન્યૂઝીલેન્ડ બન્યું નવું ICC વીમેન્સ T20 વર્લ્ડ કપ ચેમ્પિયન
